તારક મહેતા સિરિયલ પર આવી આફત, હવે આ અભિનેત્રી પણ લઈ રહી છે વિદાય!

તારક મહેતા

તારક મહેતા : સબ ટીવી પર પ્રસારિત થતી સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” એ ખૂબજ લોકપ્રિયતા મેળવી છે. સાથે સાથે  શો સાથે જોડાયેલા કલાકારો આજે ઘર-ઘરમાં જાણીતા બન્યા છે. ખાસ કરીને દયાભાભી અને જેઠાલાલ. હે માં!! માતાજી!! ફેમ દયાભાભી એટલે કે દિશા વાકાણીને આ શો દ્વારા એક અલગ જ ઓળખ મળી. પરંતુ દિશાના શોમાંથી બ્રેક લીધા બાદ શોને જાણે કે નજર લાગી ગઈ છે. શોના નિર્માતા દ્વારા દયાભાભી શો છોડી ચૂક્યા છે એ વાત કન્ફર્મ કરી દેવામાં આવી છે. હવે દિશા પછી વધુ એક એક્ટ્રેસ આ શો છોડવા જઇ રહી છે.

દિશા વાકાણીએ પુત્રીના જન્મ બાદ મેટરનીટી બ્રેક લીધો હતો. દર્શકોને દયાભાભીની કમી તો ખૂબજ મહેસુસ થઈ. શો મેકર્સ દર્શકોને દયાભાભીની કમી મહેસુસ ન થાય તેવા પ્રયત્નો કરવા લાગ્યા. ત્યાં હવે બીજી એક એક્ટ્રેસ આ શો ને અલવિદા કહેશે. જી હા! આ કલાકાર બીજું કોઈ નહિ પણ, ‘ટપ્પુ સેના’ની મેમ્બર સોનુ ભીડે ઉર્ફે નિધી ભાનુશાળી આ શો છોડવા જઇ રહી છે. નિધિ હવે પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેથી પોતે અભિનય ક્ષેત્રેથી બ્રેક લેવા ઈચ્છે છે. નિધિ હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બી.એ. કરે છે. નિધિ ભણતર પર ધ્યાન આપવા માગે છે, જેથી કરીને સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરીને કરિયરની વધુ ઊંચાઈએ લઈ જઈ શકે.

https://www.instagram.com/p/BpuD6HRluhs/

નિધિના આ નિર્ણયથી સિરિયલના હવે પછીના એપિસોડમાં સોનું ભણવા માટે વિદેશ જતી હોવાનું બતાવવામાં આવશે. એક માહિતી મુજબ સિરિયલના નિર્માતાએ દયાબેનના સ્થાને કોઈ અન્ય કલાકારને લેવાનો નિર્ણય કરી લીધો છે. દયાબેન શોમાં વાપસી કરશે કે કેમ એ અંગે ઘણી બધી અટકળો થતી હતી, પરંતુ સિરિયલના નિર્માતાઓએ હવે દયાબેન પાછા નહી આવે એવી જાહેરાત કરી દીધી છે. જેથી તમામ અટકળોને બ્રેક લાગી ગઈ છે.

https://www.instagram.com/p/BiWQ8txhF1f/

સિરિયલના દરેક પાત્રને ખૂબજ લોકપ્રિયતા અને દર્શકોનો પ્રેમ મળ્યો છે. તેથી કોઈ એક પાત્ર પણ ન હોય તો સિરિયલમાં કઈક અધૂરું છે એવું લાગે છે. આની પહેલા પણ સિરિયલમાં સોઢીનું પાત્ર નિભાવતા ગુરુચરણ સિંઘએ શો છોડી દેતા તેના સ્થાને લાડ સિંઘ માનને લેવામાં આવેલ, પરંતુ દર્શકોએ માન સિંઘને સોઢી તરીકે ન સ્વીકારતા ગુરુચરણ સિંઘની વાપસી કરવામાં આવી હતી.

https://www.instagram.com/p/Bh_hDw5hN2v/

પહેલા દયાબેન અને હવે સોનું, આ બંને લોકપ્રિય પાત્રની વિદાઇ બાદ હવે નવા આવનાર કલાકારો આ બંનેની જગ્યા લઈ શકશે કે કેમ એ તો હવે આવનાર સમય જ બતાવશે.

Also Read : Bird Nest અને Mojitoમાં ક્યા કયા Ingredients વપરાય છે? અને શું છે તેના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ?