માસ્ટર સેફની વિનર શિપ્રા ખ્ન્ના ની લાઈફ સ્ટાઇલ જોઈને ચોકી જશો, જુઓ તેનો નવો લુક…

શિપ્રા ખ્ન્ના

માસ્ટર સેફ 2મા વિનર રહી ચૂકેલી શિપ્રા ખન્નાની કહાની તો સૌ કોઈ જાણતા હશે. શું તમે જાણો છો કે હાલમાં શિપ્રા ખન્ના શું કરી રહી છે ? ચાલો ત્યારે આપણે જાણીએ કે શિપ્રા ખન્ના આજે ક્યાં છે અને શું કરી રહી છે.શિપ્રા ખન્ના જ્યારે 9 વર્ષની હતી , ત્યારથી તેને કૂકિંગમાં બહુ શોખ હતો. લગ્ન બાદ તેને કુકીગમાં માં વધુ પહેલ કરી અને માસ્ટર સેફમાં વિનર બન્યા બાદ તેને પોતાની યુટ્યૂબ ચેનલ પણ શરૂ કરી અને સાથે  પોતાનું એક રેસ્ટોરન્ટ પણ ખોલ્યું છે.

શિપ્રા ખ્ન્ના

શિપ્રાને લોક પ્રિયતા ત્યારે મળી જ્યારે તેને માસ્ટર સેફનો ખિતાબ મળ્યો. તે વાનગીઓને તેમના રેસ્ટોરંટમાં  સ્થાન આપ્યું.શિપ્રા ખન્નાએ માસ્ટર સેફના કિચનમાં એકથી એક વાનગીઓ આપી જે સેફ કૃણાલને પણ પસંદ આવી હતી અને તેમની રેસ્ટોરન્ટમાં પણ સ્થાન આપ્યું. માસ્ટર સેફ જીત્યા બાદ શિપ્રાને 1 કરોડ રૂપિયા અને સાથે લંડનની એક ટ્રીપ અને સ્ટાર પ્લસ પર એક શો કરવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.

શિપ્રા ખ્ન્ના

શિપ્રાએ માસ્ટર સેફ જીત્યા બાદ પહેલા ખૂદની એક રેસ્ટોરન્ટ પણ ખોલી અને સાથો સાથ પોતાના કૂકિંગ શો પણ શરૂ કર્યા, જેમાં બોલીવૂડના કલાકારો પોતાન ફિલ્મના પ્રમોશન માટે આવતા. આ શો સિવાય શિપ્રાએ ઘણા બધાં શો પણ કર્યા છે. આજે શિપ્રાની લાઈફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે. જ્યારે માસ્ટર સેફમાં શિપ્રાની લાઈફ વિશે જાણવા મળ્યું ત્યારે સૌ કોઇની આંખો નમ થઈ ગઈ હતી.

શિપ્રા તેના પતિથી છૂટાછેડા લીધાં બાદ કરિયરની શરૂઆત કરી અને તેને આજે આટલી સફળતા મેડવી છે. શિપ્રાને આજે સૌ કોઈ ઓળખે છે. એક વાત સાચી છે, ક્યારે પણ કોઈનો સમય સરખો નથી હોતો. આ વાત શિપ્રાને 100 % લાગુ પડી છે. આજે શિપ્રાના ઇનસ્ટા પર 2 મિલીયન જેટલાં ફોલોવર્સ છે. શિપ્રાની સાથે સાજીયા ફાતીમાં ગ્રાન્ડ ફિનાલેમાં હતી અને તેની લાઈફ પણ આજે બદલાઈ ગઈ છે, શિપ્રાની જેમ તેને પણ પોતાની બુક લોન્ચ કરી છે અને તે પણ ખુદની  રેસ્ટોરન્ટ ચલાવે છે.

Also Read : Aapdu Junagadh celebrated Independence Day at Maulik School.