બોલીવૂડમાં ગુંજશે ફરી લગ્નની શરણાઈ, ટૂંક સમયમાં રણબિર અને આલિયા કરશે લગ્ન….

રણબિર અને આલિયા

રણબિર અને આલિયા : બોલિવૂડમા ઘણા સમયથી કોઈ અભિનેતા કે અભિનેત્રીના લગ્નના કોઈ સમાચાર નથી આવ્યા,પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે રણબીર અને આલિયા બંને 2020માં લગ્ન કરશે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે. સૌ કોઈ જાણે છે કે સોશિયલ મીડિયામાં  અવાર-નવાર ખબરો આવતી હોય છે કે રણબીર અને આલિયા બંને રિલેશનશીપમાં છે.

રણબિર અને આલિયા

આ વાત રણબીર અને આલિયાએ ક્યારે પણ જાહેરમાં સ્વીકાર નથી કરી. બંને એક બીજા સાથે ટાઈમ સ્પેડ કરતાં જોવા મળતા હોય છે. હાલમાં જાણવા મળ્યું હતું કે આ બંનેએ મુંબઈમાં એક આલીશાન બંગલો પણ લીધો છે. આ સાથે બીજી એ પણ ખબર મળી છે કે આલિયા સબ્યાચીનો લહેગોં પણ સિલેક્ટ કર્યો છે. રણવીર  અને દિપીકા બંને બાદ હવે રણબીર અને આલિયાના લગ્ન ખૂબ જ ચર્ચાનો વીષય બનશે. 2020માં અલિયા અને રણબીરના લગ્નની સૌ કોઈ રાહ જોશે.

રણબિર અને આલિયા

રણબીર કપૂર અને આલિયા બન્ને 2020ની શરૂઆતમાં સુધીમાં લગ્ન કરી લેશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ  સોશિયલમાં જો સૌથી વધારે હવે કોઈના લગ્નની ચર્ચા ચાલી રહી હોય તો તે છે રણબીર અને આલિયા. બન્નેના પરિવાર પણ આ લગ્નની ખુશ છે, હવે જોવાનું રહ્યું કે આલિયા અને રણબીર ક્યારે લગ્ન કરીને તેમના ચાહકોને સરપ્રાઇઝ ?

સૌ કોઈ જાણે છે કે રણબીરના પિતા હાલમાં પણ ન્યુયોકમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. ઘણા સમયથી તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. હવે જાણવા મળ્યું છે કે ઋષિ કપૂર સપ્ટેમ્બરના મહીનામાં પોતાનો ઈલાજ કરાવી ન્યૂયોર્કથી ભારત પરત આવી જશે.  પિતાના આવ્યા બાદ જ રણબીરના લગ્નની તારીખ ફાઇનલ થશે. માહિતી પ્રમાણે રણબીર અને આલિયાના પરિવારના લોકો લગ્નની તારીખ અને મુર્હત નક્કિ કરવા માટે પોતાના પંડિતને મળી શકે છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પ્રેમની ચર્ચાઓ તો બોલિવૂડથી લઈને હોલીવૂડમાં પણ થતી હોય છે. પ્રિયંકા અને નિક, રણબીર અને દિપીકા, સોનમ અને આહુજા, વિરાટ  અને અનુષ્કા, આકાશ અને શ્લોકા આ લોકોના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. હવે જોવાનું રહ્યું કે રણબીર અને આલિયાના લગ્ન શું 2020માં થઈ જશે.  આ પહેલા રણબીર અને કેટરીના કૈફની રિલેશનશીપની ચર્ચા ખૂબ થતી હતી અને સૌ કોઈને લાગતું હતું કે  આ બંને પણ લગ્ન કરશે. આ બોલીવૂડ છે , ક્યારે કઈ જોડી બંધાઈ જશે અને ક્યારે કઈ સ્ટોરી ટુટી જશે તે કોઈ ન કહી શકાય.

રણબિર અને આલિયા

Also Read : જુનાગઢ જિલ્લાના કર્મચારીઓ એ જૂનાગઢ ને ગૌરવવંતુ બનાવ્યું હતું