આ સેલિબ્રેટી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી કમાય છે કરોડો રૂપિયા , પ્રિયંકા અને વિરાટ કોહલી લઈ છે એક પોસ્ટની આટલી કિંમત….

ઈન્સ્ટાગ્રામ

ઈન્સ્ટાગ્રામ : હાલના યુગમાં સોશીયલ  મીડિયાનો  ક્રેઝ ખૂબ વધ્યો છે. ફેસબુક , વોટ્સ અપ , ઇનસ્ટાગ્રામ,  સેંપ ચેટ , જેવા એપ લોકો બહુ યુઝ કરે છે. આ સોશીયલ મીડિયાનો લોકો ઉપયોગ કમાણી માટે પણ કરે છે, જેમાં મોટા  સેલિબ્રિટીઑ પણ ઈન્સ્ટાગ્રામ વધુ એક્ટિવ રહે છે. આ સિવાય તેઓ મોટી બ્રાન્ડની એડ કરતાં હોય છે, જેનાથી તેઓ  લાખો કરોડ રૂપિયા કમાય છે. હાલમાં સોશીયલ મીડિયામાં આ સમાચાર હાલમાં સોશીયલ મીડિયા પર ટ્રેડ પર છે.

ઈન્સ્ટાગ્રામ

સેલિબ્રિટીઝને (Celebrities) એક ફોટો શેર કરવા માટે કરોડો રૂપિયા મળે છે.   Hopper HQએ ટોપ ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ રજૂ કરી છે, આ લિસ્ટ પરથી જાણવા મળ્યું છે કે ક્યાં કલાકારો કેટલાં કરોડ રૂપિયા કમાય છે. વિશ્વભરના ઈન્સ્ટાગ્રામ યુઝર્સના આધાર પર તૈયાર કરવામાં આવેલ આ યાદીમાં  ભારતના બે કલાકારોનું નામ સામેલ થયું છે. બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી (Virat Kohli). આ સિવાય સ્પોર્ટ્સમેનની યાદીમાં સૌથી વધુ ફૂટબોલરના ખિલાડીઓ વધુ  પૈસા કમાય છે, જેમાં રોનાલ્ડો પહેલા નંબરે છે. ચાલો ત્યારે જાણીએ કે ક્યાં કલાકારોને કેટલાંને પૈસા મળે છે.

 

કાયરી જેનર ઇન્સ્ટગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રેટી છે. તે એક પોસ્ટ કરવા માટે 8.73 રૂપિયા લઈ છે.

ઈન્સ્ટાગ્રામ

અરીના ગ્રેંડ બીજા નંબરે આવે છે. તે પણ ઇનસ્ટાગ્રામ એક પોસ્ટની કિંમત: 996,000 ડોલર, એટલે કે 6.87 કરોડ રુપિયા

ઈન્સ્ટાગ્રામ

કિમ કર્દાશિયાન આ લિસ્ટમાં  ત્રીજા રેન્ક પર આવે છે. ઇનસ્ટા ગ્રામ પર તેના ફોલોઅર્સ: 142,671,156 છે અને તે પણ એક પોસ્ટના, 6.27 કરોડ રુપિયા

સેલેનાગોમેઝ ઇનસ્ટા પર ચોથા નંબરે આવે છે  તે પણ એક પોસ્ટ માટે6.11 કરોડ રૂપિયા લઈ છે.

ડ્વેનજૉનસન ઇનસ્ટાગ્રામ પર રેન્ક: 5પર  છે. એક પોસ્ટની કિંમત: અંદાજે 6.08 કરોડ રૂપિયા ચૂકવામા આવે છે.

બિયોન્સે નૉલેસ રેન્ક 6 પર છે. એક પોસ્ટની કિંમત 5.41 કરોડ રૂપિયા ચૂકવામા આવે છે.

ટેલર સ્વિફ્ટ રેન્ક: 7 પર આવે છે અને તેને પણ એક પોસ્ટના .16 કરોડ રૂપિયા ચુકવામા આવે છે.

જસ્ટિન બીબર ઇનસ્ટા પર 8મા રેન્ક પર આવે છે. જસ્ટિનબિબરને  સૌ કોઈ  ઓળખે છે. તેની લોકપ્રિયતા પણ ખૂબ વધુ છે, તે પણ એક પોસ્ટ માટે 4.98 કરોડ રૂપિયા લઈ છે.

નિકી મિનાજ ઇનસ્ટા પર રેન્ક: 9 પર આવે છે, તેને પણ એક પોસ્ટના  4.49 કરોડ રૂપિયા મળે છે.

કેન્ડલ જેનર ઇનસ્ટાગ્રામ પર રેન્ક: 10 પર આવે છે તેને પણ એક પોસ્ટના 4.21 કરોડ રૂપિયા મળે છે.

આ યાદીમાં ભારતના બે કલાકારો  છે, જેમાં  એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ યાદીમાં 19માં ક્રમે છે. પ્રિયંકાના ઈન્સ્ટાગ્રામ પર 43,038,343 ફોલોઅર્સ છે અને તે એક પોસ્ટની 1.86 કરોડ રૂપિયા વસૂલ  કરે છે.  આ સિવાય  સ્પોર્ટ્સમેનની યાદીમાં  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ બોલાય છે , તે એક પોસ્ટ માટે 1.35 કરોડ રૂપિયા લે છે.

Also Read : Celebrate Independence Day