Bird Nest અને Mojitoમાં ક્યા કયા Ingredients વપરાય છે? અને શું છે તેના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ?

“આપણું જૂનાગઢ” તમારા માટે online cooking competition થકી વિવિધ વાનગીઓનો ખજાનો તમારી સમક્ષ લઈને આવ્યા છે. જેમાં નોખી અને અનોખી વાનગીઓ તમારી સામે પ્રસ્તુત કરવામાં આવી રહી છે. આવી જ બે વાનગી છે, “Bird Nest” અને “Mojito”. શુદ્ધ શાકાહારી અને સ્વાદથી ભરપૂર આ વાનગીઓમાં ક્યા કયા ingredients વપરાય છે તે આ બ્લોગ થકી જાણીએ, સાથે જ આ વાનગીના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ વિશે પણ જાણીએ.

1) Bird Nest માટે વપરાતા ingredients:

A)Nest બનાવવા માટે:

● 2 નંગ બાફેલા બટેટા
● 1/2 કપ બાફેલા વટાણા
● 2 T. Spoon લસણની પેસ્ટ
● 1/4 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ
● 1 T. Spoon મરચું પાઉડર
● 1/2 T. Spoon હળદર
● 2 T. Spoon ધાણાભાજી
● 1 કપ ગ્રેટેડ ચીઝ
● મીઠું સ્વાદ અનુસાર

B) લીલી ચટણી બનાવવા માટે:

● 1 મોટો વાટકો સમારેલી કોથમીર
● 1/2 કપ સીંગદાણા
● 5 T. Spoon બૂરું ખાંડ
● 1 લીંબુનો રસ
● મીઠું સ્વાદ અનુસાર

2.) Mojito:
● નાના ટુકડાઓમાં સુધારેલા 2 લીંબુ
● 10 થી 12 ફુદીનાના પાન
● 3 T. Spoon બૂરું ખાંડ
● 4-5 Ice Cube
● મીઠું સ્વાદ અનુસાર

Bird Nest અને Mojito બનાવવા માટેના ingredients વિશે જાણ્યા બાદ આ વાનગી કેમ બનાવવી તે આ video થકી જાણીએ. ત્યારબાદ Bird Nest અને Mojito વાનગીના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ અને અન્ય માહિતી જાણીશું.

Bird Nest અને Mojitoના સ્વાસ્થ્યસભર ફાયદાઓ:

  • ઓછી સામગ્રીમાં બનતી આ વાનગીઓ તમારો સમય પણ બચાવે છે અને ઝડપથી તૈયાર થઈ જાય છે.
  • Bird Nest તેમજ Mojito એ Healthy અને Testy નાસ્તા માટેની ઉત્તમ વાનગીઓમાંની એક       વાનગી છે.
  •  બટેટા અને વટાણા સહિતના શાકભાજી વપરાતા હોવાથી Bird Nest વાનગી સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેને જાળવી રાખવા માટે સક્ષમ છે.
  • Mojito ગમે તે મોસમમાં વાપરી શકાય તેવું સ્વાસ્થ્યવર્ધક પીણું છે, ફુદીના અને લીંબુ જેવા તત્વો Refreshment માટે સૌથી સારું કામ આપે છે.
  • ટુક સમયમાં કંઈક નવીન વાનગી બનાવવી હોય, તો Bird Nest અને Mojito બન્ને ઉત્તમ વાનગી છે.
  • Low Fat અને Low Calorie વાળી આ બન્ને વાનગીઓ નાના-મોટા સૌ કોઈની જીભ અને પેટને મસ્ત બનાવી દે છે.
  •  Mojito અને Bird Nest થકી બાળકોને પણ ગમ્મત સાથે પોષક આહાર મળી રહે છે.
  • વિવિધ પોષકતત્વોથી ભરપૂર આ વાનગીઓ સ્વાસ્થ્ય માટે એકદમ લાભદાયી છે.

આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ…

આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.

https://aapdujunagadh.com/cooking-competition/vote