Noble Endeavor 2020 યુવા હુન્નરની જામશે હોડ, મળશે કારકિર્દીનું માર્ગદર્શન સાથે મોજમસ્તી લઈને આવી રહ્યું છે

Noble Endeavor

Noble Endeavor : યુવાવર્ગ એટલે માત્ર ભારતનું ભવિષ્ય જ નહીં, પરંતુ ભારતનું ભાવિ અસ્તિત્વ! યુવાનોમાં કંઈ કેટલીય પ્રતિભાઓ રહેલી હોય છે, જે અભ્યાસકાળ દરમિયાન અભ્યાસની સાથોસાથ ખીલતી હોય છે. જો તેને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તો, યુવાનોમાં રહેલું એ હુન્નર કે અંગ્રેજીમાં કહેવાતું ટેલેન્ટ, એક ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ કરી દેશનું ગૌરવ બની શકે છે.ત્યારે આપણાં જૂનાગઢ શહેરની Noble Group Instituteના MBA વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સતત 11માં વર્ષે રાષ્ટ્રીય કક્ષાના યુવા મહોત્સવનું ‘Noble Endeavor 2020’ શીર્ષક હેઠળ આયોજન થઈ રહ્યું છે. આ ઇવેન્ટમાં ટેક્નિકલ, કલ્ચરલ અને સ્પોર્ટ્સને લગતી 20થી વધુ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થવાનું છે.Noble Endeavorઆ ઉપરાંત ઇવેન્ટમાં ખાસ મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતની સૌથી મોટી રિટેઈલ ટી- આઉટલેટચેઇન, “Tea Post”ના સ્થાપકશ્રી દર્શનભાઈ દશાણી તેમજ “Ted -X” સ્પીકર RJ આકાશ વિદ્યાર્થીઓને સ્ટાર્ટ-અપ, બિઝનેસ મેનેજમેન્ટ અને લાઈફ સ્કીલ્સ જેવા વિષયો પર માર્ગદર્શન આપશે.જો ઇવેન્ટ અંતર્ગત યોજાનાર વિવિધ કોમ્પિટિશનની વાત કરીએ તો; તેમાં સ્ટેન્ડ-અપ કોમેડી, બ્રેઈન ટીઝર, નિબંધ લેખન, નોબ-ટોક, ફેશન શો, મહેંદી, ફોટોગ્રાફી, ફીલર્સ, રંગોળી, સોલો સીંગિંગ, ટિકટોક, કૂકિંગ, અંતાક્ષરી, ટ્રેઝર હન્ટ, સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, મેનેજમેન્ટ ક્વિઝ, સી-કોડ ડીબગિંગ અને પોસ્ટર પ્રેઝન્ટેશન જેવી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે.Noble Endeavorવિદ્યાર્થીઓના મનોરંજન માટે ઇવેન્ટ દરમિયાન ગુજરાતના પ્રખ્યાત “ક્રાંતિ બેન્ડ” દ્વારા લાઈવ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવશે, તેમજ વિદ્યાર્થીઓ અને સ્પર્ધકો માટે DJ અને ગરબાનું પણ આયોજન કરવામાં આવશે. વાત જો ઇવેન્ટમાં ઉપસ્થિત રહેનારા ખાસ મહેમાનની કરવામાં આવે તો, “બસ ચા સુધી ” વેબ સિરીઝના કલાકારો મોનલ ગજ્જર, જિનલ બેલાણી તેમજ ગૌરવ પાસવાલા ઉપસ્થિત રહેશે.

આ ઇવેન્ટના સ્થળ સુધી એટલે કે, નોબલ કોલેજ સુધી જવા-આવવા માટે જૂનાગઢ, ધોરાજી અને જેતપુરથી ફ્રી બસની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા પ્રતિસ્પર્ધા/ પ્રતિસ્પર્ધક રૂ.90 ફી પેટે જમા કરાવવાના રહેશે. દરેક સ્પર્ધકોને નેશનલ લેવલનું સર્ટિફિકેટ તેમજ વિજેતાઓને ટ્રોફી તથા ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ ઇવેન્ટની કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવા માટે:

મોબાઇલ નંબર: +91 99044 06642

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ: www.ngivbt.edu.in

ઈવેન્ટની તારીખ: 2જી ફેબ્રુઆરી, 2020 (રવિવાર)

ઈવેન્ટનું સ્થળ: નોબલ કોલેજ, ભેંસાણ રોડ, જૂનાગઢ.

#TeamAapduJunagadh

Also Read : 65418 boxes of the fruit king, Kesar Mango have arrived in the Junagadh Yard