જૂનાગઢ માં સતત 14માં વર્ષે યોજાશે કન્ઝ્યુ મેલા , કે જેના નફામાંથી થશે સમાજસેવાના ઉમદા કાર્યો

જૂનાગઢ

જૂનાગઢ : રોટરી ઈન્ટરનેશનલ દુનિયાભરમાં લગભગ 212 દેશોમાં 13+ લાખ સદસ્યોની સાથે દુનિયાનો સૌથી મોટો NGO ક્લબ છે. આવી વૈશ્વિક સામાજિક સંસ્થાના ભાગરૂપે “રોટરી ક્લબ ઓફ જુનાગઢ“ ઇ.સ.1955થી જૂનાગઢમાં અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના સેવા કાર્યો અવિરતપણે કરી રહ્યું છે.

જૂનાગઢસમાજસેવામાં ઉપયોગી ફંડને એકત્ર કરવા છેલ્લા 13 વર્ષોથી રોટરી ક્લબ દ્વારા એક વ્યાપાર મેળાનું આયોજન થાય છે. આ વ્યાપાર મેળો એટલે ‘કન્ઝ્યુ મેલા’. છેલ્લા 13 વર્ષોની ભવ્ય સફળતા બાદ સતત 14માં વર્ષે ભવ્ય ‘કન્ઝ્યુ મેલા’નું આયોજન આપણાં જૂનાગઢમાં થવા જઈ રહ્યું છે.

જૂનાગઢઆ મેળાનો મુખ્ય ઉદ્દેશ સમાજસેવા કરવા માટેનો ફંડ એકત્ર કરવાનો છે. જે ફંડમાંથી આ પ્રકારના સમાજસેવાના કાર્યો થાય છે…

  1. 1985 થી પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત રસીકરણ કેન્દ્ર કાર્યરત.
  2. અંધ, વિકલાંગ તથા અનાથ બાળકોને અભ્યાસ તથા રોજગાર માટે વિવિધ સહાયો.
  3. ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ હેલ્થ ચેક-અપ કેમ્પ
  4. ગરીબ બાળકોને શાળા શિક્ષણ માટે પુસ્તકો, સ્વેટર, રેઇનકોટની તેમજ અન્ય નાણાકીય સહાય.
  5. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકારી શાળાઓમાં ટોઇલેટ બ્લોકસનું નિર્માણ.
  6. મહિલા સશક્તિકરણ અંતર્ગત વિધવા અને ગરીબ મહિલાઓને રોજગાર માટેના સાધનોની સહાય.
  7. જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અપંગો માટે ટ્રાઈસિકલ અને લાખોના ખર્ચે 120થી વધારે કૃત્રિમ હાથ LN4 ની નિઃશુલ્ક સહાય.
  8. જૂનાગઢમાં એનિમલ એમ્બ્યુલન્સનુ સોપાન.

જૂનાગઢતો આ પ્રકારની સેવાના યજ્ઞને અવિરત ચાલુ રાખવા માટે ફંડની જરૂર પડતી હોય છે, તેથી રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દરવર્ષે “કન્ઝ્યુ મેલા” સહિતના અનેક આયોજનો કરતું આવે છે. જેમાં જૂનાગઢની જનતાનો ખુબજ સારો પ્રતિસાદ મળતો રહે છે.

 દરવર્ષે 50000 થી વધુ લોકો આ “કન્ઝ્યુ મેલા”ની મુલાકાત માટે આવે છે. આ વ્યાપાર મેળામાં અનેકવિધ કંપનીઓ, ઉત્પાદકો, ફર્નિચર બ્રાન્ડ, ઓટોમોબાઇલ્સ, હોમ એપ્લાયન્સ, ફાયનાન્સ કંપની, એજ્યુકેશન ફિલ્ડ વગેરે જેવા વિભિન્ન ક્ષેત્રો આ મેળામાં ભાગ લઈ લોકોને તેમની સેવાઓથી માહિતગાર કરે છે.

આ ઉપરાંત મેળામાં કેફેટેરિયા એરિયામાં ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવે છે. આ કન્ઝયુ મેળો રોટરી ક્લબ ઓફ જૂનાગઢના સેવાભાવી સભ્યો મહેનત કરીને ધંધાના વિકાસ માટે એક નવી દિશા આપે છે. તો આ વર્ષે પણ “કન્ઝયુ મેલા”ના આયોજનમાં આપ દરવર્ષની જેમ ઉત્સાહપૂર્વક ભાગ લેશો તે અપેક્ષિત છે.

“કન્ઝયુ મેલા”ની વિગતો:

તારીખ: 20 થી 23 ડિસેમ્બર, 2019

સમય: સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી

સ્થળ: ભૂતનાથ મંદિર ગ્રાઉન્ડ, કોલેજ રોડ, જૂનાગઢ.

જો તમે પણ કોઈ પ્રોડક્ટને ડિસ્પ્લે કરી વેંચાણ કરવા ઇચ્છતા હોય તો, સ્ટોલ બુકિંગ માટે સંપર્ક: 97126 54527/ 98242 85321

પેમ્પ્લેટ જાહેરાત માટે સંપર્ક: 99798 83503/ 96247 56500

#TeamAapduJunagadh

Also Read : Making Of Organic jaggery