અગ્નિકાંડ દુર્ઘટનામાં ફરિશ્તો બનીને આવેલા આ યુવકની પ્રસંશા તો થઈ, પણ આ મહાન વ્યક્તિના હાથે મળ્યો મહત્વનો પુરસ્કાર!

કેતન જોરવાડીયા : 24 મે 2019 આ દિવસ ક્યારે નહીં ભુલાઈ. એક તરફ 23મે ના રોજ લોકો નરેંદ્રમોદીજી ના જીતનીખુશી મનાવી રહ્યા હતા અને બીજા દિવસે સુરતમાં એક દુર્ઘટના બનીએ ખૂબ દુ:ખ ભરેલી હતી.તક્ષશિલા આ નામ  સાંભડતાની સાથે સુરતના લોકોને એ દિવસ પોતાની નજરો સમક્ષ સામે આવી જાઈ છે. કાઇ સમજાતું નથી કે આ એક આકસ્મિક બનાવ હતો કે કોઈની લાપરવાહીનું પરિણામ ?

સુરતમાં  ટયુશન ક્લાસમાં લાગેલી આગે માત્ર સુરતવાસીઓ નહીં પરતું સમગ્ર ગુજરાત અને ભારતના દરેક રાજ્યોમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. આજે પણ એ દિવસ યાદ આવે તો થાય કે કેટલી શર્મનાક વાત કહેવાય કે ફાયરબિગ્રેડ અને આટલા હજારો લોકોની સામે બાળકો ત્રીજા માળેથી કુદકા મારી રહ્યા હતા છ્તાં પણ કોઈ બચાવા માટેના ગયું! આ દુર્ઘટનામાં માસૂમ બાળકનો ભોગ લેવાયો.

જ્યારે આગ લાગેલી ત્યારે કેટલાં લોકો એ દ્ર્શયને માત્ર પોતાના કેમરામાં કેદ કરી રહ્યા હતા.  કોઈ પોતના સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા હતા તો કોઈ ફોટોપાડી રહ્યું હતું. ત્યારે આવા માણસોની વ્ચ્ચે કોઈ સારું માણસ પણ હોય છે, જે ખરા સમયે પોતાની માણશાઈ દેખાડે. ત્યારે ચાલો જાણીએ એ યુવાન વિશે જેણે પોતાની પરવા કર્યા વગર આંગમા ફસાયેલા બાળકોને બચાવ્યા.

સુરતના અગ્નિકાંડમાં  ઘણા માસૂમ લોકોએ પોતના જીવનનું બલીદાન આપ્યું.  જ્યારે આ દુર્ઘટના બની ત્યારે કેટલાં લોકો માત્ર તસવીરો અને વિડીયો ઉતારવામાં હતા, ત્યારે આવા માણસોમાં એક એવું વ્યક્તિ પણ હતું જે આજે બધાં લોકો માટે પ્રેરણાબની ગયો જેણે પોતાની પરવા કર્યા વગર એ બાળકોના પાર્ણ બચાવા પરયત્ન કર્યા. આ યુવાને 8 બાળકોની જિંદગી બચાવી. જ્યારે લોકો પોતાના ફોનમાં વ્યસ્ત હતા આ ઘટનાને કેમરામાં કેદ કરવા માટે ત્યારે આ યુવાન પણ આ બધુ જોઈ રહ્યો હતો પણ તેને દયા આવી.આટલાં નાના બાળકો ત્રીજા માળેથી કૂદી રહ્યા હતા. આ તેનાથી ના જોવાયું અને તેને હિમંત કરીને બાળકોને બચાવા આગમા કૂદી ગયો અને આટલાં બાળકોના જીવ બચાવ્યા છતાં પણ તેને એ વાતનું દુખ હતું કે તે બીજાં ઘણા બાળકો તેની નજર સંમક્ષ કૂદી રહ્યા હતા અને તે તેને બચાવી ના શક્યો.

આ યુવાનનું નામ કેતન જોરવાડીયા અને તે સુરતનો રહેવાશી છે અને  કોલેજમાં  અભ્યાસ કરે છે. 25 વર્ષના યુવાને પટેલ પરિવાર અને  સૌ કોઈ માટે પ્રેરણારૂપ બની ગયો કારણ કે તેને પોતાની પરવા કર્યા વગર બીજાંના હિતનું વિચાર્ય, આ યુવાનના  આજે બધાં જગ્યાએ તેનાં વખાણ થઈ રહ્યા છે અને આ દુર્ઘટનામાં બાળકોને બચાવા બદલ તેને સન્માનિત પણ કરવામાં આવ્યો અને આ સાથો સાથ તેને ગુજરાત રાજ્યના ગર્વનર ઑ.પી.કોહલીજી ના હાથે સન્માન કરવામાં આવ્યું. સુરતવાસીઑ  માટે ગૌરવની વાત કહેવાય કે કેતન જેવા વ્યક્તિ પણ હોય છે જે બીજાં માટે હમેશાં મદદ કરવા તૈયાર હોઇ છે.

આ યુવાને જે કાર્ય કર્યું તેને જોઈને બીજાં ઘણા વ્યક્તિઑને  પણ હિમંત આવી અને તેની સાથે બાળકોને બચાવ્ય.  ખરેખર આ યુવાન સુરત અગ્નિકાંડમાં એક ફરિશ્તા સમાન છે જેણે બાળકોને બચાવીને તેમનું રક્ષ્ણ કર્યું.

Also Read : રોજિંદા ઉપયોગમાં આવતી આ ચીજવસ્તુઓના ઘટ્યા ભાવ, જાણો કંઈ કંઈ વસ્તુઓ છે એમાં સામેલ.