લગ્નના આશરે 120 દિવસ પછી પ્રિયંકા અને નિકના ડિવોર્સની વાતો આવી સામે! જાણો શું છે સાચું કારણ…

પ્રિયંકા

પ્રિયંકા : ગયા વર્ષેજ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસએ લગ્ન કર્યા હતા. બંને એ લગભગ છ મહિના સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્ન પછી તરત જ નિક અને પ્રિયંકાની કેટલીય તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. પરંતુ હાલમાં તેમના ડિવોર્સની વાતો પણ સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળે છે.

Ok નામની એક મેગેઝીનમાં છપાયેલી એક રિપોર્ટનું માનીએ તો, આ કપલ હવે ડિવોર્સ તરફ આગળ વધી રહ્યું છે. આ રિપોર્ટમાં તો ત્યાં સુધી કહ્યું છે કે, કદાચ નિક અને પ્રિયંકાના લગ્ન એના અંત સુધી આગળ વધી રહ્યા છે. મેગેઝીનનું માનીએ તો નિક જોનાસને પ્રિયંકાનો ગુસ્સો અને કંટ્રોલ કરવાનો રવૈયો જરા પણ પસંદ નથી.

એટલુજ નહીં જોનાસ ફેમેલીએ નિકને સલાહ આપી છે કે તેઓ જલ્દીથી જલ્દી પ્રિયંકા ચોપડાથી પોતાનો સંબંધ પૂર્ણ કરી દેવો જોઇએ. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે, જોનાસ પરિવારને લાગ્યું હતું કે, પ્રિયંકા એક સમજદાર મહિલા છે અને હવે સેટલ થઈને બાળક વિશે વિચારી રહી છે, પરંતુ હવે પ્રિયંકાના સસરાવાળાને એવું લાગે છે કે, તે એક 21 વર્ષની છોકરી જેવો વ્યવહાર કરે છે.

પ્રિયંકા

મેગેઝીનમાં તો એવું પણ કહ્યું છે કે, જો નિક અને પ્રિયંકાના ડિવોર્સ થાય તો તેની સંપતિને લઈને મોટો વિવાદ ઊભો થઈ શકે છે. તેઓએ એટલી ઉતાવળમાં લગ્ન કર્યા છે કે તેની વચ્ચે સંપતિના અધિકારથી સંબંધિત અમેરિકી કાનૂન ઉપર હસ્તાક્ષર પણ નથી કર્યા. પરંતુ પ્રિયંકા અને નિકની વચ્ચે બધુજ બરાબર છે. જે સોશિયલ મીડિયા પર આવેલી તસ્વીરો ઉપરથી તમને અંદાજ આવી જશે.

પરંતુ આ એવો પહેલો મૌકો નથી કે,OK મેગેઝીનએ પ્રિયંકા અને નિક સંબંધિત આવી અફવા ફેલાવી છે. આની પહેલા ડિસેમ્બરમાં મેગેઝીનએ એવો પણ દાવો કર્યો હતો કે પ્રિયંકા અને નિક એ વાતને લઈને ઝગડી રહ્યા છે કે લગ્ન પછી તેઓ ક્યાં રહેશે. તમને જણાવી દઈએ કે હાલમાં તેઓ બંને મિયામીમાં હોલિડેની મજા માણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલમાં તેમની મસ્તીભરી તસ્વીરો વાઇરલ થઈ રહી છે.

#TeamAapduJunagadh

Also Read : કાન્સ મા રોયલ લૂકમાં છવાઇ ગઇ ઐશ્વર્યા રાય , વિવેકએ શેર કર્યો ઐશ્વર્યાનો ફની મિમ્સ…જુઓ તસવીરો