કાન્સ મા રોયલ લૂકમાં છવાઇ ગઇ ઐશ્વર્યા રાય , વિવેકએ શેર કર્યો ઐશ્વર્યાનો ફની મિમ્સ…જુઓ તસવીરો

ઐશ્વર્યા રાય : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019ના રેડ કાર્પેર્ટ પર હૉલીવૂડથી માળીને બોલીવૂડની અભિનેત્રીઓ એ પોતાના લૂકથી છવાઈ ગઈ હતી, ત્યારે સૌ કોઈ ઐશ્વર્યા રાયના લૂકની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે છેલ્લે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ફીશ કટ લૂકથી સૌ કોઈને તેના દિવાના બનાવી દીધા હતા ત્યારે ફરી એકવાર ઐશ્વર્યાએ કાલે કાન્સમાં ફરી એક લૂક ખૂબ ચર્ચામાં આવ્યો હતો. ઐશ્વર્યા એના લૂકને લઈને ખૂબ ચર્ચામાં છે ત્યારે ભારતમાં વિવેકએ ઐશ્વર્યાને રિલેટિવ એક પોસ્ટ કરી છે જેના લીધે તે ખૂબ ચર્ચામાં છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો ગોલ્ડન લૂક બાદ ફરી એકવાર રોયલલૂક સામે આવ્યો છે, અને આ લૂકમાં પણ ઐશ્વર્યાને સૌ કોઇને પાછળ છોડી દીધાં હતા. પહેલા દિવસે ઐશ્વર્યા દીકરી આરાધ્ય સાથે જોવા મળી હતી , બીજા દિવસે ઐશ્વર્યાનો લૂક પ્રિન્સેસ જેવો લાગતો હતો જાણે કોઈ રાજકુમારી કેમ ના હોય.

બીજા દિવસે ઐશ્વર્યા રાય બચ્ચ્નએ રેડ કાર્પેર્ટ પર સફેદ ગાઉન પહેરીને વોક કરીને સૌ કોઈને તેનામાં ઘાયલ કરી દીધાં હતા. ઐશ્વર્યાએ વાઇહટ કલરનું ટ્યુબ પેર્ટન અને ફ્રીલ ગાઉન પહેર્યું હતું. આ લૂકથી તેને સૌ કોઈને તેનાં તરફ આકર્ષિત કરી દીધા હતા.

ઐશ્વર્યાનો આ ગાઉન ફરથી ડીઝાઇન કર્યો હતો અને તેનાં લૂકને વધુ સ્ટાયલીશ બનાવા માટે ફર શોલ પણ પહેરી હતી. આ ગાઉન ashi studioનું કલેક્શનમાથી એક છે. વ્હાઇટ હિલ્સ પણ કેરી કર્યા હતા.

કાન્સમાં ઐશ્વર્યા પોતાના લૂકને લઈને ચર્ચામાં રહી છે, તો બીજી તરફ વિવેકએક પોસ્ટ શેર કરી છે ઐશ્વર્યાની જેના લીધે તે ખૂબ વિવાદમાં ફસાયો છે. એક મિમ્સ શેર કર્યું છે જેમાં ઐશ્વર્યા અને સલમાન ખાન સાથે છે જેમાં ઓપનિયન પોલ લખ્યું છે ! બીજા તસવીરમાં વિવેક સાથે એશ્વર્યાની તસવીર છે જેમાં લખ્યું છે એક્સિટ પોલ ! લાસ્ટમાં અભિષેક અને ઐશ્વર્યા અને આરાધ્યને ફોટો છે જેમાં લખ્યું છે રિઝલ્ટ ! આ મિમ્સ તેને ટ્વિટર પર શેર કર્યો હતો. આ બાદ ખૂબ વિવાદ સર્જાતા તેને આ પોસ્ટ ડિલીટ કરી અને માફી માંગી હતી.

Also Read : લગ્નના આશરે 120 દિવસ પછી પ્રિયંકા અને નિકના ડિવોર્સની વાતો આવી સામે! જાણો શું છે સાચું કારણ…