Peas Vada : આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ, વધુ એક ઇનોવેટીવ રેસીપી ડિશ “ચોખા વટાણાના વડા”, ચાલો જાણીએ રીત…
સામગ્રી:
2 કપ ચોખાનો લોટ, 2 કપ પાણી, 400 બાફીને વાટેલાં વટાણા, અડધો કપ ખમણેલું ચીઝ, 1 કપ કોથમીર, 4 લીલી બારીક સમારેલી ડુંગળી, એક ચપટી સોડા, 1 ચમચી સાકર, 6 કળી ખમણેલું લસણ, મીઠું- સ્વાદ મુજબ, 1 ચમચી આદું-મરચાની પેસ્ટ, હિંગ, તેલ- તળવા માટે.
રીત:
- સૌપ્રથમ પાણી ઉકળવા મૂકવું, તેમાં મીઠું, સોડા અને લાલ મરચું પાઉડર ઉમેરી દો.
- પાણી ઉકળી જાય એટલે ગેસ ધીમો કરી ચોખાનો લોટ ભેળવી પાંચ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી દો.
- ત્યારબાદ ઢાંકણ ખોલી વેલણથી એક જ દિશા તરફ ગોળ-ગોળ હલાવતા રહો.
- મિશ્રણને 2 મિનિટ સુધી રહેવા દઈ, થાળીમાં પાથરી દો.
- હવે તેમાં ડુંગળી, વટાણા, ચીઝ, કોથમીર, ખમણેલું લસણ તેમજ અન્ય મસાલો ભેળવી લો.
- મિશ્રણને બરાબર હલાવી વડા બનાવી તેલમાં તળી લો.
- ગરમાગરમ વડાને ચટણી કે સોસ સાથે સર્વ કરો.
તો તૈયાર છે ચોખા વટાણાના વડા…!!!
Author: Morvee Raval #TeamAapduJunagadh