હોલિવૂડનાં એક્ટર પણ કરવા માંગે છે તારક મહેતાંમાં કામ….જાણો કોણ છે એ એકટર…

સબ ટીવી પર પ્રસારીત થતી સૌથી લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છેલ્લા 11 વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે, આજે આ શોની લોપ્રિયતા ભરતામાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આ શોની લોપ્રિયતા છે, આ શો માત્ર દર્શકો જ નહીં પરંતુ બોલીવૂડના સ્ટાર હોઇ કે કોઈ મોટું વ્યક્તિ તમામ લોકોને આ શો જોવો ગમે છે. આજે ઘર- ઘરમાં દયાબેન અને જેઠાલાલનું પાત્ર એટલું લોકપ્રિય કે લોકો તેમન તેના પરિવારના સભ્ય હોય એટલો પ્રેમ કરે છે.

હાલમાં એક જાણવા મળ્યું કે હોલીવૂડના એક્ટર પણ આ શોમાં કામ કરવા માંગે છે. આ શોની લોકપ્રિયતા નું એક માત્ર કારણ દર્શકોનો પ્રેમ અને આ શોના નિર્મતા આસીત મોદીને જેણે લોકો સુધી દયાબેન અને જેઠાલાલના પાત્રોને ઘરે  પોહચડ્યા. આ શો ગુજરાતી હાસ્યલેખક તારક મહેતાના પુસ્તકો પરથી જ આસીત મોદીએ જીવંત સ્વરૂપમાં લોકો સમક્ષ રજૂ કરીને દર્શકોનું  મનોરંજન કરે છે.

હોલીવૂડનાં એક એક્ટરએ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું કે તે તારક મહેતામાં  કામ કરવા ઈચ્છે.  આ શોની લોક પ્રીયતા જોઈને લાગી રહ્યું છે કે આ શો ખૂબ જ પસંદ આવી રહ્યું છે.  તારક મહેતામાં ઘણા બધા કલાકારો આ શોમાં મહેમાન બની આવે છે,કારણ કે  આજે ભારતમાં આ શો લોકપ્રિય બની ગયો છે તેથી તો હોલીવૂડનાં  એક્ટરો પણ આમાં કામ કરવા ઈચ્છે છે.

હાલમાં જ અમેરિકન એક્ટર કાલ પેને ટ્વિટર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. કાલ પેને આમ તો મૂળ ભારતીય છે પણ તેમનો જન્મ અમરેકામાં થયો છે. હાલમાં તેમણે એક વીડિયો શેર કર્યો અને ત્યાં જ આ આખી વાત શરૂ થઈ અને શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સુધી પહોંચી. કાલ પેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ‘લેડીઝ ભાઈ’ તરીકે જોવા મળ્યો. આ  વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કર્યો છે અને લોકોએ તેના પર ઘણી બધી કોમેંટ્સ કરી છે.

આ  વિડિયોમાં  ઘણા ફેન્સે તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની સલાહ આપી. ત્યારે એક પ્રશંસકને જવાબ આપતા કાલ પેને લખ્યું, “તમે મજાક કરી રહ્યા છો પરંતુ આ મારું લક્ષ્ય રહ્યું છે.” કાલ પેનના આ ટ્વિટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ. તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર પણ કાલ પેનને  કહ્યુ  કે, હવે તો તમારે આવું જોઈએ ઘણો સમય જતો રહ્યો.આ શોમાં બોલિવુડના ઘણા સેલિબ્રેટિઝ શોમાં આવી ચૂક્યા છે. હવે કાલ પેન જેવા ઈન્ટરનેશનલ સ્ટાર આવશે તો શાનદાર રહેશે. કાલ પેનની કોમિક ટાઈમિંગ કમાલની છે. અમે તેની ઈચ્છાને હકીકતમાં બદલવાનો પ્રયાસ કરીશું.’

આસીત મોદીએ  કહ્યું કે  “કલ્પેનભાઈ શો વિશે તમારા મોંઢે સાંભળીને સારું લાગ્યું. ગોકુલધામ સોસાયટીમાં જેઠાલાલની બાજુવાળો ફ્લેટ ખાલી છે. તમારું સ્વાગત છે. સાથે જ તમારા મિત્ર હેરાલ્ડને પણ લઈને આવજો.” જણાવી દઈએ કે, મૂળ ગુજરાતી અમેરિકન એક્ટરનું અસલી નામ કલ્પેન સુરેશ મોદી છે. પ્રોફેશનલી તે કાલ પેન (Kal Penn) તરીકે ઓળખાય છે.

આ બાદ  બબીતાજીનું પાત્ર ભજવતી એક્ટ્રેસ મુનમુન દત્તાએ પણ કાલ પેનનું આ ટ્વિટ જોઈને કહ્યું, “કાલ મુંબઈની ફ્લાઈટ પકડીને અહીં આવી જા.” મુનમુનના આ ટ્વિટ પર એક પ્રશંસકે સલાહ આપી દીધી કે કાલ પેનને સુંદરનો રોલ આપી દો. કાલ પેનનાં  આ ટ્વિટબાદ હવે જોવાનું રહ્યું કે તે ક્યારે તારક મહેતાનાં શોમાં આવે છે…