નરેન્દ્ર મોદી ની આવનારી બાયોપિકમાં મનમોહનસિંહના મૌન પર કરવામાં આવી ટિપ્પણી! જુઓ ટ્રેલર અને વિગતો…

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી : તા.24મી મે ના રોજ રીલીઝ થનારી ફિલ્મ “પીએમ નરેન્દ્ર મોદી”નું નવું ટ્રેલર રીલીઝ થયું છે. ટ્રેલરની શરૂઆત મોદી…મોદીના નારા લગાડતી પ્રજા સાથે થાય છે, સાથોસાથ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી તેમજ ભુતપૂર્વ યુપીએ પ્રધાનમંત્રી મનમોહનસિંહ ની ઝાંખી પણ થાય છે.

નરેન્દ્ર મોદી

“સાઈલેન્ટ પ્રાઈમ મિનિસ્ટર” તરીકે વખોડવામાં આવેલા મનમોહનસિંહ તરફ થોડું ધ્યાન દોરવામાં આવે છે. આ સાથે જ ફિલ્મમાં મોદીનું પાત્ર નિભાવનારા અભિનેતા વિવેક ઓબેરોયનો ડાઈલોગ આવે છે કે, “દેશ કી તિજોરી ગાયબ, નૌજવાન કે રોજગાર ગાયબ, કોયલા ગાયબ, બીજલી ગાયબ, યહાં તક કી પ્રધાનમંત્રીજી કી આવાજ ભી ગાયબ..!!”

નરેન્દ્ર મોદી

રેલ્વે સ્ટેશન ઉપર ચા વહેંચવાથી લઈને આરએસએસ સંગઠન અને તેમનો વર્તમાન હોદ્દો તેમજ ગોધરા રમખાણો દ્વારા મોદીની સફર દર્શાવી ટ્રેલર આગળ વધે છે. ટ્રેલરનો અંત રતન ટાટાનું પાત્ર ભજવી રહેલા અભિનેતા બોમન ઈરાનીના શબ્દો “જીતને કા મજા તબ આતા હે, જબ સબ આપકે હારને કી ઉમ્મીદ કરતે હે..!!” દ્વારા થાય છે.

નરેન્દ્ર મોદી

પહેલા આ ફિલ્મ 2019 ની લોકસભાની ચૂંટણી શરૂ થનારી પ્રથમ તબક્કાની શરૂઆતના એક દિવસ પહેલા એટલે કે તા. 10મી એપ્રિલના રોજ રીલીઝ થવાની હતી. પરંતુ ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન આ બાયોપિકના રીલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો.

તેમણે જણાવ્યુ હતું કે,“ કોઈપણ રાજકીય વ્યક્તિ અથવા વ્યક્તિના ઉદેશને જાળવી રાખતી કોઈપણ ફિલ્મ તા. 19મી મે સુધી રીલીઝ થવી જોઈએ નહીં.” ચૂંટણી પંચના આ નિર્ણયને ઈસીએ પણ સમર્થન આપ્યું હતું. મોદીના જીવન પર બનેલી આ ફિલ્મને ઓમંગ કુમારે દિગ્દર્શિત કરી છે. 23 અલગ અલગ ભાષાઓમાં રીલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું પહેલું લુક તા. 7 મી, જાન્યુઆરી 2019 જાહેર થયું હતું. આ ફિલ્મમાં એ.આર. રહેમાન, હિતેશ મોડક અને શશી-ખુશીએ સંગીત આપ્યું છે.

આ ઉપરાંત આ ફિલ્મમાં મનોજ જોશી અમિત શાહના પાત્રમાં, બરખા સેન ગુપ્તા જશોદાબેનના પાત્રમાં, ઝરીના વહાબ હીરાબેન મોદીના પાત્રમાં જોવા મળશે. સોગંધ મુજે ઇસ મિટ્ટી કી, નમો નમો, ફકીરા, જુનૂન, હિન્દુસ્તાની- જેવા આ ફિલ્મના ગીતો પણ રીલીઝ થઈ ચૂક્યા છે. આ ફિલ્મ આ જ અઠવાડિયે એટલે કે તા. 24મી મે ના રોજ રીલીઝ થવા જઈ રહી છે.

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : ગરવા ગિરનાર ની વિવિધ ટૂંકો વિશે શું તમે આ જાણો છો?