તારક મહેતા : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના ફેંન્સ દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે,ત્યારે હાલમાં એવી કોઈ ખબરો નથી કે દયાબેન આ શોમાં ક્યારે આવશે. હાલમાં જ એક એવી ઘટના બની છે જેના પરથી એટલું જરૂર કહી શકાય કે દયા બેન આ શોમાં આવાના મૂડમાં છે કે નહીં તે ખબર પડી ગઈ.
ઘણા સમયથી દયાબેનના પાત્રને લઈને ઘણી ખબરો આવી હતી. દયાબેનનું પાત્ર ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણી તરફથી થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર સંકેત આપવામાં આવ્યા હતા કે તે શોમાં પાછી ફરવા માગે છે. આ શોના નિર્માતાઑ પણ કહ્યું હતું કે આ માટે અમે લોકો ઓનલાઇને વોટિંગ કરીશું અને લોકોનો મત જાણીશું કે લોકો શું ઈચ્છે ? નવા દયાબેન લઈને ઘણા નામ ચર્ચામાં આવ્યા હતા જેમાં છેલ્લે એક નામ ખૂબ ચર્ચામાં હતું,
દયાબેનના ચાહકો હવે તેમની ખોટ વર્તાય રહી હોય તેવું લાગી રહ્યું છે. લાંબા સમયથી દિશા ગાયબ છે ત્યારે હવે હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર દર્શકો સાથે સવાલ-જવાબનું સેશન કર્યું દિશાએ પ્રશ્નોત્તરી શરૂ કરતાં પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે જે સવાલ પૂછવા હોય કે તે પૂછી શકો છો પરંતુ ‘તારક મહેતા…’માં પાછા ફરવા અંગે ના પૂછતા. લોકોને માટે મેન સવાલતો તારક મહેતા છે, આથી દિશાની ના હોવા છતાં પણ તેમનં ચાહકો એવું પૂછ્યું કે દિશાને ગુસ્સો આવી ગયો.
દિશાની ના પાડવા છ્તા પણ લોકોએ તેને એ સવાલ પૂછ્યા હતા, આ પરથી એ જરૂર કહી શકાય કે લોકો હજી પણ તેની રાહ જોઈ રહ્યા હોય. દયાબેનના ચાહકોએ તેમને પૂછ્યું કે તમે ક્યારે શોમાં વાપસી કરશો તો આ વાત પર દયાબેન ગુસ્સો આવી ગયો. જ્યારે ના પાડવા છતા પણ આવા સવાલો પુછવામાં આવ્યા.એક એમ પણ કહ્યું કે તમને આટલો ઘમંડ આવી જશે એ ખબર નહોતી, ત્યારે દયાબેન કહ્યું મને થોડી મોકળાશ આપો,આ સિવાય એ પણ કહ્યું હતી કે હું હવે આ બધાંથી થાકી ગઈ છું મારે હાલમાં આરામ અને મારો સમય મારી દીકરીને આપવા માંગુ છું.
. દિશાએ શોમાં પાછા ફરવા માટે કેટલીક શરતો મૂકી હતી. શરતો મુજબ દિશા શોમાં 15 જ દિવસ કામ કરશે અને એક દિવસમાં 4 કલાક જ સેટ પર રહેશે. શોના નિર્માતાઓ આ શરતનો સ્વીકાર ના કર્યો.
Also Read : જૂનાગઢ નજીક આવેલા આ સ્થળે વહેતી હતી મધની નદી, જાણો શું છે રહસ્ય…