ચોરેશ્વર મહાદેવ : જૂનાગઢ નજીક આવેલા આ સ્થળે વહેતી હતી મધની નદી, જાણો શું છે રહસ્ય…

ગુજરાતમાં અનેક મંદિરો, તિર્થસ્થળો એવા આવેલા છે જેના વિશે આપણે બહુ જાણતા નથી. આવું જ એકતીર્થ સ્થળ છે,જે જુનાગઢથી 30 કિ.મી. ના અંતરે મેંદરડા પાસે વહેતી મધુવંતી નદીના કાંઠે આવેલું છે. મહાદેવનું પૌરાણિક મંદિર એટલે કે ચોરેશ્વર મહાદેવ મંદિર.આવો જાણીએ આ મંદિરની અનેરી ગાથા…choreshver mahadev

choreshver mahadev

આ મંદિર ચોરેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે, કારણ કે કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકામાં આવ્યા તે પછી રાણી રૂક્મણી  સાથે તેમણે અહિયાં ચોરીના ચાર ફેરા ફર્યા હોવાની લોકમાન્યતા છે.એક વાયકા એવી પણ છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ આ જગ્યાએ મધની નદી ત્રણેય પહોર વહેતી કરેલી, જેથી અહી આવેલી નદીનું નામ મધુવંતી પડ્યું છે. નદી તો આજે પણ વહે છે પણ તેમાં હવે મધ નહીં પાણી છે.

નદીના ઉબડ ખાબડ ભૂતળમાં ચોમાસા વખતે નાના મોટા ધોધનો નજારો પણ જોવા મળે છે.જ્યારે પણ લીલુડી ગીરની મુલાકાતે જાઓ તો જંગલમાં વનરાજા જ નહી,પરંતુ મધુવંતી નદીના કાંઠે આવેલા મંદિરના દર્શનનો લ્હાવો પણ ચોક્કસ લેજો…

અહીં મધકુંડ સ્નાનઘાટ, અન્નક્ષેત્ર, ધર્મશાળાજેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.આ સ્થળે કૃષ્ણ-રૂક્મણીજીના ચોરી મંડપના સ્તંભ  અવશેષો હોવાનું પણ માનવામાં છે. જોકે મંદિર તેના કુદરતી સૌંદર્ય માટે પણ એટલું જ જાણીતું છે.ખાસ કરીને ચોમાસામાં અને એ પછીના થોડા સમય માટે ત્યાંની સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠે છે.મંદિરનો પવિત્ર નઝારો, નદીનું વહેતું પાણી અને લહેરાતા પવનના આ અદ્દભુત સંયોગની મુલાકાત ચોક્કસ  પણે લેવી જોઈએ…

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : દયાબેન ને તારક મહેતા માં પાછા ફરવા માટે પૂછ્યું પ્રશ્ન, દયા બેન નો જવાબ સાંભડીને તમે પણ ચોકી જશો !!