Chal Jivi Laiye : 28 કરોડની કમાણી સાથે 11 અઠવાડિયાથી થિયેટરોમાં ચાલી રહેલી આ ગુજરાતી ફિલ્મે તોડી દીધો રેકોર્ડ, જાણો આ ફિલ્મની રોચક વાતો…

Chal Jivi Laiye

Chal Jivi Laiye : આ વર્ષે ફેબુઆરી મહિનાની શરૂઆતમાં રીલીઝ થયેલી “ચાલ જીવી લઈએ”ફિલ્મે ગુજરાતી  ફિલ્મોની પરિભાષા જ બદલી નાખી છે . ઉતરાખંડના સુંદર લોકેશન પર શુટ થયેલી આ ફિલ્મ દર્શકોને એટલી પસંદ આવી છે કે,રિલિઝના અઢી મહિના પછી પણ આ ફિલ્મ થિયેટર્સમાં ચાલી રહી છે. સિદ્ધાર્થ રાંદેરીયા,યશ સોની, આરોહી પટેલની આ ફિલ્મને ગુજરાતી દર્શકોએ વધાવી લીધી છે.

બુક માય શો પર ઉપલબ્ધ બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા મુજબ આ ફિલ્મે અત્યાર સુધીમાં 28 કરોડની કમાણી કરી લિધી છે. ગુજરાતીફિલ્મ માટે આ આંકડો હાંસલ કરવોએ બહુ મોટી સિદ્ધિ છે.

ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ 18 કરોડ, ગુજુભાઈ મોસ્ટ વોંન્ટેંડ 10 કરોડ, લવની ભવાઇ 8 કરોડ, શરતો લાગુ 6 કરડોની કમાણી કરી હતી.  ગુજરાતી ફિલ્મોમાં આ ફિલ્મ કમાણીના આંકડાનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો.

Chal Jivi Laiye

આ ફિલ્મનો વિષય જ એવો છે કે લોકોને આ ફિલ્મ વારંવાર જોવાનું મન થઈ જાય છે. યુવાનોથી લઈને વડીલો સુધીના લોકોને આ ફિલ્મ એટલી પસંદ આવી છે કે લોકો આ ફિલ્મ બીજી-ત્રીજી વખત થિયેટરમાં જોવા જાય છે. આપણાં જૂનાગઢમાં આવેલા સુરજ સિનેપ્લેક્સમાં હજુ સુધી આ મૂવી ઓનસ્ક્રીન જોવા મળે છે અને જુનાગઢવાસીઓ હજુ પણ તે જોવા માટે જાય છે.

ફિલ્મનાં લોકેશન્સ ઉતરાખંડનાં હોવાથી લોકો થિયેટરમાં ફિલ્મ જોવા વધુ જાય છે. આ ફિલ્મનું સોંગ”ચાંદને કહો”,“પા પા પગલી”,“તમે ઘણું જીવો” સહિત ફિલ્મનું સંગીત પણ પોપ્યુલર થતાં ફિલ્મને વધારે દર્શકો મળ્યા છે. આ ફિલ્મમાં કોમેડી, ઇમોશન્સ અને થ્રીલરનો પરફેક્ટ ડોઝ હોવાથી “ચાલ જીવી લઈએ” ફિલ્મને ઝળહળતી સફળતા મળી છે.

Chal Jivi Laiye

આ ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ થયું ત્યારે જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને અત્યાર સુધીમાં યુટ્યૂબ પર 23 લાખ લોકો આ ટ્રેલર જોઈ ચૂક્યા છે. ત્યારબાદ તેનું મ્યુઝીક પણ હિટ ગયું અને ફિલ્મ રીલીઝ થતાંની સાથે જ માઉથ પબ્લિસિટીનો પણ ઘણો લાભ મળ્યો હતો. જેને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર પુરવાર થઈ હતી.

ગુજરાતી ફીલ્મોમાં આ પહેલી ફિલ્મ છે, જે વિદેશમાં રીલીઝ થઈ છે એન ત્યાં પણ ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આપણાં જૂનાગઢમાં આવેલા સુરજ સિનેપ્લેક્સમાં પણ હજુ આ મૂવી જોવા માટે ઘણા લોકો આવી રહ્યા છે. લોકોના સારા પ્રતિસાદથી હજુ સુધી આ મૂવી ઓનસ્ક્રીન છે. જો તમે આ સંપૂર્ણ પારિવારિક ગુજરાતી ફિલ્મ “ચાલ જીવી લઈએ” જોવાનું ચૂકી ગયા હો તો, આજેજ જજો…

for booking – http://surajcineplex.in/

#TeamAapduJunagadh

Also Read : અમદાવાદમાં કુલ 45 કેસ સાથે સમગ્ર રાજ્યમાં પોઝીટીવ કેસનો આંક 108 થયો…