Corona Update : અમદાવાદમાં કુલ 45 કેસ સાથે સમગ્ર રાજ્યમાં પોઝીટીવ કેસનો આંક 108 થયો…

Corona Update

Corona Update : ગુજરાતમાં અત્યારે કોરોના વાઇરસના પોઝિટિવ કેસનો આંક 100ને પાર થઈ ચૂક્યો છે. હાલ રાજ્યમાં 107 પોઝીટીવ કેસ નોંધાયેલા છે, જેમાંના 45 કેસ માત્ર અમદાવાદમાં જ સંક્રમિત છે. આ આંકડાઓ સાથે એક નજર ભારતના કોરોના વાઇરસના આંકડા પર નજર કરીએ.

Corona Update

સર્વ પ્રથમ તો આજરોજ તા.4થી એપ્રિલના રોજ સાંજે 7:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.
તારીખ: 4થી એપ્રિલ 2020
સમય: સાંજે 7:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 3220
કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 229
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 98

ભારત બાદ એક નજર ગુજરાતમાં જોવા મળેલ કેસ પર નાખીએ. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા છે. જેમાંના કેટલાક દર્દીઓ રિકવર પણ થઈ ચૂક્યા છે. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે જોઈએ આજરોજ સાંજે 7:30 વાગ્યા સુધીમાં આવેલા ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડા વિશે જાણીએ.
તારીખ: 4થી એપ્રિલ 2020
સમય: સાંજે 7:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 108
કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 14
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 10

ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ તો, જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ હજી જોવા નથી મળ્યો. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફાળે જાય છે. આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.

Also Read : Chal Jivi Laiye : 28 કરોડની કમાણી સાથે 11 અઠવાડિયાથી થિયેટરોમાં ચાલી રહેલી આ ગુજરાતી ફિલ્મે તોડી દીધો રેકોર્ડ, જાણો આ ફિલ્મની રોચક વાતો…