અંબાણી ના ઘરમાં કામ કરતાં નોકરોનો પગાર જાણીને ચોકી જશો…..જાણો કઈ રીતે થાય છે નોકરની પસંદગી.

અંબાણી

અંબાણી : ભારતના સૌથી આમિર વ્યક્તિ એટલે  મુકેશ અંબાણી જે  એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. જ્યારે એમનું નામ આવે એટલે  લોકોને  એમાના વિશે વધુ જાણવાનું મન થાય, હાલમાં જ અંબાણી પરિવારે દીકરા આકાશ અને  ઈશાના  ધામ ધૂમથી લગ્ન કર્યા , એ જોઇને સૌ કોઈને થાય કે કાસ અમને પણ આ લગ્નમાં  જવાનો મોકો મળ્યો હોય. અંબાણી નું  એંટીલ્યમાં  પણ સૌ કોઈને ત્યાં રહેવા જવાની  ઈચ્છા થાય એ સ્વભાવિક છે કે આવડા મોટા બંગલામાં જો રહેવા મળતું હોય તો કોને જાવાનું મન ના થાય.

મુંબઈ માં આવેલું આ ઘર એટલું વિશાળ છે રિપોર્ટ પ્રમાણે અંબાણીના ઘરમાં 600 નોકરો છે, પરંતુ તમને ક્યારેય વિચાર આવ્યો કે તેમના ઘરમાં કામ કરતાં નોકરોને કેટલો પગાર મળતો હશે અને કેવી રીતે પસંદગી થાય છે? મુકેશ અંબાણીના નોકરોની સેલરી લાખોમાં છે અને ત્યાં પસંદગી પામવી સરળ નથી. આગળ વાંચો કેવી રીતે થાય છે અંબાણીના ઘરે નોકરોની પસંદગી.

અંબાણીના ઘરના નોકરોની સેલરી જાણીને તમને પણ થશે કે ત્યાં કામ કરવા મળે તો સારું! તેમના ઘરમાં કારણ કે આવડા મોટા ઘરમાં નોકર બનવાનો અવસર મળે તો એ પણ એક નસીબની વાત કહેવાય કારણ કે અંબાણીના ઘરે જે  નોકરો કામ કરે છે તે એક નોકરને દર મહિને 2 લાખ રૂપિયા પગાર ચૂકવામાં આવે. જે તેમની જવાબદારી પ્રમાણે ઓછી-વધારે થઈ શકે છે આ પરથી તેમનો પગાર નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત નોકરોને વીમા જેવી સુવિધા પણ મળે છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા દુનિયાના સૌથી મોંઘા મકાનોમાંથી એક છે. જો કે, ત્યાં અંદર પહોંચવું સરળ નથી.

અંબાણી પરિવારના ઘરમાં  નોકર બનવા માટે રીતે થાય છે નોકરોની પસંદગી.મુકેશ અંબાણીના ઘરે કામ કરવા માટે એક નહીં અનેક યોગ્યતા હોવી જરૂરી છે. સામાન્ય રીતે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂ આપવું પડે છે તેમ જ અહીં પણ ટેસ્ટ લેવામાં આવે છે. એક કંપની પહેલા નોકરોનો ઈન્ટરવ્યૂ લે છે. ત્યાર બાદ લેખિત પરીક્ષા યોજાય છે.

આ પરીક્ષા પાસ કરનારને નેક્સ્ટ રાઉન્ડમાં મોકલવામાં આવે છે. આમાં પસંદગી થાય તો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નાદુરસ્ત હોય તો તેને નોકરી નથી મળતી. આ બધી પ્રોસ્સેસ થયા બાદ નોકરી મળે છે. સામાન્ય ઘરનું નોકર બનવાનું કોઈ કહે તો કોઈ તૈયાર નહીં થાય પણ અંબાણીના ઘરમાં નોકર બનવા નો મોકકો મળે તો આ તક કોઈ નહીં જવા દેય.

રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીના ઘરે શેફ ઓબેરોય હોટલમાંથી મંગાવવામાં આવે છે. આ શેફને દુનિયાનું દરેક પ્રકારનું ભોજન બનાવતા આવડે છે. રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીના પરિવારને સાઉથ ઈન્ડિયન ફૂડ વધારે પસંદ છે. જો કે તેમના ઘરે દરેક પ્રકારનું ભોજન બને છે..

Also Read : સુશાંત સાથે સંબંધ બગડતાં સારા કરી રહી છે આ એક્ટરને ડેટ, જાણો શું છે કારણ…