આલિયા એ જાહેરમાં રણબીરને કહ્યું ‘આઈ લવ યુ’, પછી થયું કઇંક આવું!! જુઓ વિડીયો…

આલિયા

આલિયા : બોલિવૂડમાં આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પ્રેમ પ્રકરણની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. તેઓ બંને એકબીજાને ખૂબ લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. જ્યારે ભટ્ટ અને કપૂર પરિવાર પણ અવારનવાર આ બાબતે કોઈને કોઈ પ્રતિક્રિયા આપે છે. હવે આલિયા ભટ્ટની માતા અને અભિનેત્રી સોની રાજદાને પણ પુત્રીની લવ લાઈફને લઈને ખૂબ મોટી વાત કહી છે.

આલિયા
image source – internet

હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં સોની રાજદાને આલિયા ભટ્ટના સંબંધ વિશે વાત કરી. ત્યારે તેઓએ કહ્યું કે,”આલિયા એ રણબીર જેવો સારો છોકરો પસંદ કર્યો છે, જો એ ખુશ છે તો હું પણ ખુશી અનુભવું છું.” સોની રાજદાનના આ નિવેદનથી સોશિયલ મીડિયા હચમચી ગયું છે. આ સાથે જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધની અફવાઓને હવાની જેમ વેગ મળી રહ્યો છે.

Video link – https://www.instagram.com/p/BvXdk8DBPhT/

સોની રાજદને પોતાના નિવેદનમાં કહ્યું કે, “જીવનસાથી પસંદ કરવા આલિયાની પર્સનલ લાઈફણો સવાલ છે, રણબીર ખુબજ પ્રેમાળ છે. મને લાગે છે કે જેણે પણ આલિયાને ડેટ કરી છે કે કરશે, એ આલિયાની પોતાની અંગત જીવનની વાત છે. હું હંમેશા તેમનું સમર્થન કરીશ. એક માં હોવાને નાતે હું ખુશ છું જો તે ખુશ હોય તો!”

image source – internet

એક વાત જણાવી દઈએ કે રણબીર અને આલિયા પાછલા દિવસોમાં ફિલ્મફેર એવોર્ડમાં પોતાના પ્રેમનો એકરાર આખરે કરી જ દીધો. એવોર્ડ મળતાની સાથે જ પોતાની વિનિંગ સ્પીચમાં રણબીરની ‘આઈ લવ યુ’ કહ્યું, ત્યારે રણબીરે એવોર્ડ જીતવાની ખુશીમાં આલિયાને કિસ પણ કરી. જેના પછી બંનેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ.

તે પછી રણબીરની માતા નીતુ કપૂરે જે રિએક્શન આપ્યા તે ખરેખર જોવાલાયક હતા. તેઓએ રણબીર અને આલિયાની એવોર્ડવાળી તસવીર ઇનસ્ટાગ્રામમાં શેર કરી. નીતુએ આ તસવીર શેર કરતી વખતે એવું પણ લખ્યું કે,”આ ખાસ પળ બધીજ ચિંતા દૂર કરી દે છે. તમારા બંને પર ગર્વ છે. એવોર્ડ માટે ખૂબ ખૂબ શુભકામના. હું ખુબજ ખુશ છું.” તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આગામી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં સાથે જોવા મળશે.

Also Read : Gir Caw : સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત અને અઢળક લાભદાયી ગીર ગાય વિશે શું તમે આ જાણો છો?