Gir Caw : સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત અને અઢળક લાભદાયી ગીર ગાય વિશે શું તમે આ જાણો છો?

Gir Caw

Gir Caw : આખી દુનિયામાં જેણે ભારત દેશનો ડંકો વગાડ્યો છે, એવી ગીર ગાય એ દુનિયાની શ્રેષ્ઠ ગાય છે. હાલમાં ભારતમાં ગીર ગાયની પ્રજાતીનું પ્રમાણ ઘટી રહ્યું છે. જયારે બ્રાઝીલમાં ગીર ગાયનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ગીર ગાયનું દુધ સૌથી વધુ ગુણકારી છે. ગીર ગાયનું દુધ, છાણ અને ગૌ મુત્રનો આદિકાળથી માનવ ઉપયોગ કરતો આવે છે. ગીર ગાય એટલે ગીરની ગાય એવું નથી, પરંતુ ગીર ગાયએ ગાયની પ્રજાતી છે. ગાયોની ઓંગલ, કાંકરેચ, સ્થાપત્ય, દંડી, રેડસાઈવાલ, રેડ સિંધી, ખીલારી અને ગીર સહિતની 42થી વધુ પ્રજાતીઓ છે.

Gir Caw

ગીર ગાયને ખુંધ હોય છે. જેમાં આવેલી સૂર્ય કેતુ નાડીમાંથી સોનું આવે છે. ગીરગાયનાં ગૌમુત્રમાં 0.3 ટકા સોનું અને દુધમાં 0.7 ટકા સોનું હોય છે, ગૌમુત્રને સુકાવીને તેમાંથી ધનવટી બને છે. ગીરગાયનું ગૌમુત્ર સોનાની ભસ્મની ગરજ સારે છે. ગીર ગાયનું દુધ પીળુ હોવા પાછળનું કારણ તેમાં રહેલું સોનું હોય છે. ગીર ગાયએ સ્વાચ્છોશ્વાસની ક્રિયામાં બહાર કાઢેલા શ્વાસમાંથી લોકો ત્રણવાર શ્વાસ લે એટલે 24 કલાક માટેનું આયુર્વેદિક પોષણ મળી રહે છે.

Gir Caw

ગીરગાય સુંદર અને સ્વભાવમાં ભોળી હોય છે. બીજી ગાયોની માફક તે મારતી પણ નથી, જો ગીરગાયને બોલાવવામાં આવે તો તે અવશ્ય આવે છે. ગીરગાયને ખોરાકમાં લીલા ચારામાં ગદપ, મકાઈ, જુવારનો લીલો ચારો, સુકા ચારામાં મગફળીની પત્તી, સુકો જુવારનો ચારો તેમજ શેરડી અને લીલો ઘાસચારો આપી શકાય છે. આ ઉપરાંત જ્યારે ગીરગાયને બહાર ચરાવવા લઈ જવામાં આવે, ત્યારે તેના દુધની ગુણવતામાં વધારો થાય છે. કારણ કે ગાય બહાર ચરે ત્યારે વિવિધ પ્રકારનાં વનસ્પતીઓ આરોગે છે.

ભાવનગરનાં કૃષ્ણકુમાર સિંહજી પાસે બે હજાર ગીર ગાયો હતી. જ્યારે એક ડોલરનો એક રૂપીયો ભાવ હતો, ત્યારે બ્રાઝીલે 80 હજાર ડોલર ચૂકવીને કૃષ્ણકુમાર સિંહજી પાસેથી એક બળદ ખરીદ્યો હતો. બ્રાઝીલે ગીર ગાયોની પ્રજાતિનો વિકાસ કર્યો છે. હાલમાં બ્રાઝીલમાં સૌથી વધુ પ્રમાણમાં ગીર ગાય જોવા મળે છે. બ્રાઝીલમાં નાના પશુપાલકો પાસે 40 હજાર અને મોટા પશુપાલકો પાસે 1.5 લાખ જેટલી ગાયો છે, ત્યાં બધી ગૌશાળા સંપૂર્ણપણે કમ્પ્યુટર સંચાલિત હોય છે. ભારતમાં ગીરગાય માત્ર ગુજરાતમાં જ છે, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ છે.

ગીરગાય 300 દિવસનાં એક વેતરમાં 4 થી 4.5 હજાર લીટર દુધ આપે છે. જ્યારે જર્સી ગાય એક વેતરમાં 8 થી 8.5 હજાર લીટર દુધ આપે છે. જર્સી અને ગીર ગાયો સીવાયની ગાય એક વેતરમાં 3 થી 3.5 હજાર લીટર દુધ આપે છે. અન્ય ગાયોની સરખામણીએ ગીરગાયનું દુધ ગુણવતા અને જથ્થામાં એમ બંને રીતે ઉતમ છે. ગીરગાયના દુધનું નિયમિત સેવન કરનારાને કોઢ, આંખમાં નંબર આવવા, સાંધાના દુ:ખાવા જેવા રોગો થતા નથી, તેમજ હાડકાનું કેલ્શિયમ ઘટતુ નથી. ગૌમુત્રનો અર્ક કેન્સરવાળા લોકો પીવે છે. જે પીવાથી કેન્સર મટી જાય છે, તેવા અનેક દાખલાઓ સામે આવ્યા છે.

ગીરગાયના છાણનું લેપન જો ઘરની દિવાલોમાં કરવામાં આવે તો, અણુબોંબના રેડીએશનની અસર પણ થઈ શકતી નથી. અમેરિકાનાં વાઈટ હાઉસને ગીરગાયના છાણનું લેપન કરવામાં આવ્યું છે અને તેની ઉપર કલર કરવામાં આવ્યો છે. ગીર ગાયના છાણનો લેપ લગાડીને એક્સ-રે લેવામાં આવે તો, એક્સ-રે પણ આવતો નથી. કારણ કે આ છાણ રેડીએશનને રોકે છે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : આલિયાએ જાહેરમાં રણબીરને કહ્યું ‘આઈ લવ યુ’, પછી થયું કઇંક આવું!! જુઓ વિડીયો…