”યે રિશ્તા…”માંથી આ લોકપ્રિય અભિનેત્રી પણ લઈ રહી છે વિદાય! કારણ જાણીને તમે પણ રહી જશો દંગ…

“યે રિશ્તાક્યાં કહેલાતા હૈ’’ સ્ટાર પ્લસનો એક લોકપ્રિય શો છે, 2009 થી આ શો ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે.આજે પણ આ એટલો જ લોકપ્રિય છે, અક્ષરા એટલે કે હિના ખાનઆ શો છોડીને જતી રહી ત્યાર પછી તેની કમી નમહેસુસ થાય તે માટે આ શોમાં “પારૂલ ચૌહાણ”  ને કાસ્ટ કરવામાં આવી. જેમાં તે સુવર્ણા ગોયકાનું પાત્ર  અક્ષરાનાં પાત્ર જેવું જ દેખાડવામાં આવ્યું છે, હિના ખાન બાદ તે પણ ઘણી લોકપ્રિય બની ગઈ છે, ત્યારે હવે એવું જાણવા મળ્યું છે કે હવે પારૂલ પણ આ શોમાંથી વિદાય લેવાની તૈયારીમાં છે.parul chauhan

એક રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે,પારૂલ શા માટે આ શોમાંથી વિદાય લેવા જઈ રહી છે. આ  શો છોડવાનું કારણએ છે કે, પારૂલ હવે આ શોમાં દાદીનું પાત્ર નિભાવવા નથી માંગતી એવું જાણવા મળ્યું છે, હાલમાં તે આ સિરિયલમાં પણ નથી દેખાતી. હાલમાં જ પારૂલએ ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા છે, ત્યારે હવે કહી ન શકાય કે ક્યાં કારણોથી તે આ શોમાંથી વિદાય લેશે?

હાલમાં આ સિરિયલની વાર્તા નાયરા અને ગાયુની આસપાસ ફરી રહી છે.ત્યારે ટૂંક સમયમાં આ શોમાં પારૂલને દાદીમાનું પાત્ર નિભાવવાનું થશે, ત્યારે તેણે કહ્યું કે, હું આ પાત્રને યોગ્ય ન્યાય નહીં આપી શકું, એવું તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.

પારૂલ ચૌહાણએ 2007માં “સપના બાબુલ કા વિદાય”શોમાંથી તેની કરિયરની શરૂઆત કરી હતી.તેમાં તે રાગીનીના પાત્રમાં જોવા મળી હતી. ત્યારબાદ તે 2016થી “યે રિશ્તા કયા કહેલાતા”માં “સુવર્ણા ગોયકા”ના પાત્રથી લોકપ્રિય બની ગઈ છે,ત્યારે જોવાનું રહ્યું કે આ તે શો છોડી રહી છે તે વાત સાચી છે કે એક અફવા?

#TeamAapduJunagadh