શું તમે આકાશ-શ્લોકા ની વેડિંગ સેરેમનીની આ હટકે તસ્વીરો જોઈ છે?

આકાશ-શ્લોકા

આકાશ-શ્લોકા : દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણિના દીકરા આકાશ અંબાણીના લગ્ન થોડા દિવસો પહેલાજ થયા. આકાશે 9 માર્ચે હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે સાત ફેરા ફરીને લગ્નજીવન શરૂ કર્યું છે. આ લગ્નપ્રસંગની તસ્વીરો તેમજ વિડીયો ખુબજ વાઇરલ થયા હતા, જો તમે તે જોવાનું ચૂકી ગયા હોય તો જરા પણ મુંજાવાની જરૂર નથી. આ રહ્યા ફોટોગ્રાફ્સ અને વિડીયો…

આ લગ્નપ્રસંગમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ અને બોલિવુડના સિતારાઓએ હાજરી આપી હતી, એ પ્રસંગે આકાશની માતા નીતા અંબાણી અને પિતા મુકેશ અંબાણિએ મહમાનોનું ભાવભેર સ્વાગત કર્યું હતું, જુઓ આ તસવીરોમાં…

પોતાના લગ્નમાં શ્લોકા એટલી સુંદર લાગી રહી હતી કે જેની વાત ના પૂછો! તે પોતાના લાલ રંગના વેડિંગ ડ્રેસમાં ખુબજ સુંદર લાગી રહી હતી.  

તાજેતરમાં જ આનંદ પિરામલ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલી ઈશાએ પોતાના ભાઇનો કાન ખેચીને ટીખળ કરી હતી. એ સમયે સૌ હસી પડ્યા હતા.

આકાશ-શ્લોકા

સૌ મહેમાનોએ એક સ્ટેજ ઉપર જમા થઈને ફોટોશૂટ કરાવ્યુ હતું. બધાજ ખુશનુમા અંદાજમાં ચહેરા પર સ્મિત કરીને ફોટો પડાવતા હતા.

https://www.instagram.com/p/Bu6a1bSDg4Q/?fbclid=IwAR0DCJv6h3NOMxdqyLxEVTKjlyqmSx5AgMu0zDtERb_21QAwJAbEQIQtcjo

લગ્નના 15 દિવસ પછી શ્લોકા મહેતાની કેટલીક તસ્વીરો વાઇરલ થઈ છે. જેમાં તે બ્લેક ટોપ અને શોર્ટ્સમાં એકદમ ગ્લેમર લાગી રહી છે. આ ફોટોમાં શ્લોકા તેના કેટલાક મિત્રો સાથે મસ્તી મજાક કરતી નજરે પડે છે.

તેના મિત્રોએ તેને ગોદમાં ઉઠાવી લીધી છે, શ્લોકાનો આ બોલ્ડલૂક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. ચાહકો આ તસ્વીરોને ખુબજ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત શ્લોકાની એક વધુ તસવીર છે જે તેમની સાસુજી નીતા અંબાણિ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને લખ્યું છે કે,” શ્લોકા તેના મિત્રો સાથે”.

#TeamAapduJunagadh

Also Read : અર્જુનએ મલાઇકા સાથે આપ્યો આ હોટ અંદાજમાં પોઝ કે, જેને જોઈને તમે પણ દંગ થઈ જશો.! જુઓ તસવીરો