Aishwarya Rai Bachchan હવે કરશે કઇંક આવું કામ, જાણીને તમે પણ રહી જશો દંગ..જાણો તસ્વીરો મા

Aishwarya Rai Bachchan

Aishwarya Rai Bachchan : બોલિવૂડની હિરોઈનો હાલમાં એકટિંગની સાથે ડાયરેક્શનમાં પાન પોતાનો હાથ અજમાવી રહી છે. દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા જેવી ફેમસ હિરોઈન પહેલેથી જ પ્રોડકશનની ફિલમાં આવી ચૂકી છે. હાલમાં કંગના રાણાવતએ પોતાની ફિલ્મ ‘મણીકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી’ને ડાયરેક્ટ કર્યુ હતું. હવે આ લીસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ પણ ઉમેરાવા જઇ રહ્યું છે.

Aishwarya Rai Bachchan

એક ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ કહ્યું કે, તેઓ હાલમાં ફિલ્મનું નિદર્શન કરવા ઈચ્છે છે. તેઓએ તેના પર કામ કરવા માટે ક્યારેય પણ સમય કે એનર્જી વેડફી નથી. હવે તેમને આ બાબત ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે કે, મારા મિત્રો મને અવારનવાર પૂછે છે કે, તમે પ્રોડકશન કે નિદર્શનમાં રુચિ નથી ધરાવતા? તમે તમારી પોતાની એક ફિલ્મ નિર્માણ કેમ નથી કરતાં?
ઐશ્વર્યાએ આગળ કહ્યું કે, પ્રોડકશનને લઈને ખુબજ વાતો થઈ રહી છે. મને કેટલાય લોકોએ તેના વિષે જુદીજુદી પ્રતિક્રિયાઓ આપી. હું કેટલાય વર્ષથી આ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરું છું.હું શરૂઆતથી જ એક ટિમ પ્લેયર રહી છું અને મે હંમેશા એવું સુનિશ્ચિત કર્યું છે કે મારા સહયોગી, નિર્માતા, નિર્દેશક અને બાકી બધા લોકો સાથે મળીને કામ કરે.

Aishwarya Rai Bachchan

ઐશ્વર્યા રાય બચ્ચનની એક તસવીર તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઈ હતી. તસવીર જોયા પછી એવા અનુમાનો લગાડવામાં આવ્યા હતા તેઓ ફરી પ્રેગ્નેટ છે. અભિષેક બચ્ચન અને આરધ્યા સાથે તેઓ ગોવા પોતાનું વેકેશન ગાળવા માટે પહોંચ્યા હતા. જેમાં તેઓ બીચ પર ફરતા નજરે પડ્યા હતા.

સોશિયલ મીડિયા ઉપર ફેલાયેલી આ વાત પછી ઐશ્વર્યા રાયના પ્રવક્તાએ એવું સ્પષ્ટ કર્યું કે, આ ખોટી અફવા છે, જે મનોરંજન માટે ફેલાયેલી છે. ખોટા કેમેરા એંગલથી લેવાયેલી તસ્વીરોને કારણે ઐશ્વર્યાની આ તસવીર વાઈરાલ થઈ હતી.

Also Read : Girl Climb Everest : 23 વર્ષીય આ યુવતી બની, સૌથી નાની ઉંમરમાં એવરેસ્ટ સર કરનારી વ્યક્તિ