Girl Climb Everest : 23 વર્ષીય આ યુવતી બની, સૌથી નાની ઉંમરમાં એવરેસ્ટ સર કરનારી વ્યક્તિ

Girl Climb Everest : કહેવાય છે ને, “સપનાઓ સાકાર કરવા સતત સંઘર્ષ કરતા રહેવું જરૂરી છે,પછી પરિસ્થિતી ભલે ગમે તે હોય..!!”

હા, તો આ જ વાક્યને સાર્થક કરતી એક વાત અમો આજ આપને જણાવવા જઈ રહ્યા છીએ. વાત છે 23 વર્ષીય યુવતી શીતલ રાજની, જેણે ગત ગુરુવારે પોતાની મહેનતના બળ પર દુનિયાનો સૌથી ઊંચો ગણાતો પર્વત માઉન્ટ એવરેસ્ટ સર કરી દેશનું નામ રોશન કર્યું છે.

શીતલ રાજ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાની રહેવાસી છે. ઉત્તરાખંડના એક અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલી શીતલે માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવી, પોતાના પરિવારની સાથોસાથ દેશનું પણ ગૌરવ વધાર્યું છે.

ગયા વર્ષે કાંચનજંધા પર્વત સર કરવાવાળી શીતલની આ બીજી ઉપલબ્ધિ છે. શીતલના પિતા ઉમાશંકર રાજ ટેક્સી ડ્રાઈવર છે, તેઓ ટેક્સી ચલાવીને ઘર ચલાવે છે. તેઓએ દીકરીને પોતાના સપનાઓ સાકર કરવા હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. પરિવારના આ જ સાથ અને પોતાની મહેનતના કારણે શીતલે પાંચ સદસ્યીય અભિયાન દળ “ક્લાઇન્બિંગ બિયોંડ ધી સમિટ: એવરેસ્ટ એક્સ્પેડિશન 2019” નો ભાગ બની આ સિધ્ધી પ્રાપ્ત કરી છે.

શીતલ હાલ સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. તેઓ જણાવે છે કે, સ્કૂલમાં હતા ત્યારથી જ તેમને પર્વતારોહણને લઈને એક અલગ જ જુસ્સો હતો. પર્વતારોહણની તેમની સફરની શરૂઆત ગયા વર્ષે એટલે કે 22 વર્ષની ઉંમરે 21મી મે ના રોજ, 8586 મીટર ઊંચી કાંચનજંધા સર કરીને થઈ હતી. હવે આ વર્ષે માઉન્ટ એવરેસ્ટ સર કરીને તેઓ વધુ એક સિધ્ધી હાંસિલ કરી છે, તેઓ આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતાને આપે છે.

શીતલ રાજના પિતા ઉમાશંકર રાજ જણાવે છે કે, તેઓએ તો ફક્ત ટી.વી. પર જોયું હતું કે માઉન્ટ એવરેસ્ટ એક પર્વત છે. આ તકે મુખ્યમંત્રીશ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે શુભકામનાઓ પાઠવી. તેઓએ કહ્યું કે,”શીતલ રાજની આ ઉપલબ્ધિથી સમગ્ર દેશ ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે, ખાસ તો ઉત્તરાખંડમાં તહેવાર જેવો માહોલ છે. આ રીતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ તેમણે શુભકામનાઓ પાઠવી છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, “આટલી નાની ઉમરમાં આવડી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ, આપે પ્રદેશ તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે.”

ભારતની આ પર્વતપ્રેમી પુત્રીના સપનાને, તેના અડગ હોંસલાને અને તેમના પરિવારને સો સો સલામ…!!! શીતલ રાજ આમ જ સફળતાના શિખરો સર કરતી રહે તેવી શુભકામનાઓ…

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : Aishwarya Rai Bachchan હવે કરશે કઇંક આવું કામ, જાણીને તમે પણ રહી જશો દંગ..જાણો તસ્વીરો મા