કરણ સિંહ એ ત્રણ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા બાદ હવે ફરી કરી રહ્યો છે લગ્ન, બિપાશાએ કરી લગ્નની તમામ તૈયારીઓ…

કરણ સિંહ

બંગાળી લોકો બહુ મીઠા હોય છે, ખાસ કરીને તો તેમની ભાષા, આ વાત સૌ કોઈ જાણે છે. બંગાલના લોકોમાં પણ રસગુલ્લા જેવી મીઠાસ જોવા મળે છે. આ વાત સૌ કોઈ જાણે છે પણ આપણે વાત કરવાની છે બિપાશા બાસુની જે પોતાના પતિની ચોથા લગ્નની તૈયારી કરી રહી છે. આ વાત સાંભડીને આશ્ચર્ય થઈ ક નહીં?

આ વાત  સાચી છે. સોશિયલ મીડિયામાં પણ ખબરો આવી રહી છે કે બિપાશા તેના પતિના લગ્નની તૈયારી કરી રહી છે, બંગાળી રીતિ રીવાજોથી આ લગ્ન થશે એટલે બિપાશાએ તમામ જવાબ દારીઓ માથે લીધી છે. કરણ લુકથી લઈને પ્રેરણાના લુકની તૈયારીઓ પણ બિપાશાએ કરી છે.

હાલમાં જ્યાં જોવો ત્યાં માત્ર કરણની દુલ્હનની તસવીરો ખૂબ શેર થઈ રહી છે. લોકોએ  તેના ખૂબ સુરતીના વખાણ કર્યા  છે. આ બ્રાઈડલ લુક બિપાશાએ આપ્યો છે. જ્યાં જોવો ત્યાં કરણના આ  લગ્નની વાત થઈ રહી  છે. કરણનો લુક પણ તેની પત્નીએ નક્કી કર્યો છે. બિપાશા ખૂબ બંગાળી છે, આ થી તેને આ બંગાળી લગ્નની તૈયારીઓ કરી છે.

આમ તો કરણએ રિયલ લાઇફમાં ત્રણ લગ્ન કરી ચૂક્યો છે. તેના પહેલા લગ્ન શ્ર્ધા નિગમ સાથે થયા હતા અને ત્યાર બાદ એક વર્ષના ટૂંકા સમયમાં બંને અલગ થઈ ગયા. આ બાદ  2012માં જેનિફર વિગંટ સાથે લગ્ન કર્યા પણ ફરી વખત 2014માં  તેની સાથે પણ ડિવોર્સ થઈ ગયો. આ બાદ કરણએ બોલીવૂડની અભિનેત્રી 2016માં બિપાશા સાથે લગ્ન કર્યા.

આજે બિપાશા બાસુ  હવે કરણના રિયલ લાઈફના લગ્નના નહીં પરંતુ રિલ લાઈફના લગ્નની તૈયારી કરી રહી છે. હા કસોટી જિંદગી કી સિરિયલમાં હાલમાં લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે, જેમાં પ્રેરણા અને અનુરાગના લગ્ન થવા છે, પરતું પ્રેરણા મિસ્ટર બજાજ સાથે લગ્ન કરશે.

આ લગ્નને રિયલ ટચ આપવામાં માટે એકતા કપૂરે બિપાશાને કહ્યું હતું અને તમામ લગ્નની તૈયારીઓ બિપાશા બાસુએ કરી છે અને સૌ કોઈને પ્રેરણાનો લુક ગમ્યો છે. મિસ્ટર બજાજ પણ બ્લેક રંગની શેરવાનીમાં જોવા મળ્યો છે અને આ બંને લગ્ન મંદીરમાં થઈ રહયા છે અને બીજી તરફ અનુરાગ લગ્નના માંડવે પ્રેરણાની રાહ જોઈ રહ્યો છે.

 

Also Read : આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિય સન્માન સમારોહનું આયોજન કરાયું