હિનાખાન : શું ખરેખર કોમોલિકા હવે બનશે નાગિન ? એકતા કપૂરની નાગિન 4 માં થશે હિના ખાનની એન્ટ્રી !

હિનાખાન

હિનાખાન એ જ્યારથી  સ્ટાર પલ્સની “ યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ “ થી  ટેલીવૂડની દુનિયામાં કદમ રાખ્યું છે, ત્યારથી તે ખૂબ લોકપ્રિય બની ગઈ છે. સિરિયલ બાદ તેને બિગબોસમાં એન્ટ્રીલીધી આ પછી તેણે એકતા કપૂરની મોસ્ટ પોપ્યુલર સીરિયલ “ કસોટી “ માં  કોમોલિકાનું  પાત્ર સારી રીતે કર્યું છે. લોકોના દિલો અને દિમાગમાં  અક્ષરાંની ઇમેજને દૂર કરી હિનાએ કોમોલિકાની અદાઑ થી દિલ જીતી લીધું.

હાલમાં જાણવા મળ્યું છે કે હિના ખાન ફરીથી ટેલિવૂડમાં એન્ટ્રી  લેશે તો તે એકતા કપૂરની એક બીજી સિરીયલમાં એક અહમ ભૂમિકા નિભાવશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એકતા કપૂર ફરીથી તેમના ચાહકોને સરપ્રાઇઝ આપશે,.

હિના ખાન હાલમાં બોલીવૂડમાં  ડેબ્યું કર્યું છે અને સિરિયલોની દુનિયાને થોડા સમય માટે અલવિદા કરી દીધું છે. એકતાએ હિના ખાનને કસોટીમાં કોમોલિકાનું પાત્ર આપીને દર્શકોના દિલો દિમાંગમાં તેની એક નવી ઓળખ બનાવી છે. હિનાએ હાલમાં આ શો છોડી દિધો છે કારણ કે હાલમાં તે ફિલ્મોના શુટિંગમાં વયસ્ત છે. હાલમાં તેણે કાન્સ ફેસ્ટિવલમાં તેના લૂકથી  બોલીવૂડની અભિનેત્રીને ટક્કર આપી હતી.

“ હાલમાં જાણવા મળ્યું છે જે એકતા કપૂર કઈક અલગ વિચારી રહી છે. એકતાનું સિરિયલોની દુનિયામાં પહેલા નબરે નામ બોલાય છે, ત્યારે હવે તે હિના ખાનને લઈને એક નવી સિરિયલમાં તેણે એક અહમ ભૂમિકા આપશે. એકતા કપૂરે નગીન સિરિયલથી ખૂબ ટીઆરપી મેળવી છે , આ સિરિયલ બાદ ઘણા બધા નિર્માતાઑ એ આવા સુપર નેચરલ શો બનવાનું શરૂ કર્યું. એક સમયે જી ચેનલ પર નાગિન નામની સિરિયલ ખૂબ લોકપ્રિય હતી પરતું આ સિરિયલ ટૂક સમયમા ઓફ એર થઈ ગઈ.

એકતા કપૂરે નાગિન  સિરિયલની ત્રણે  સિરીઝ હિટ ગઈ છે , ત્યારે હાલમાં નાગિન 3 પછી એક્તાએ નગીન 4 નો પ્રોમો લોન્ચ કર્યો છે જેમાં હવે એક્તા કપૂર હિના ખાનને નાગિનના નેગટીવ રોલમાં લેશે એવું જાણવા મળ્યું છે. જો નાગિન 4 માં હિના ખાનની એન્ટ્રી  થશે આ સિરીઝ તમામ આગલા ત્રણ ભાગ કરતાં પણ સૌથી વધુ લોકોને પસંદ આવશે. નાગિનમાં હિના ખાન નેગટીવ રોલ કરશે એવું જાણવા મળ્યું છે.

એક્તા કપૂર ટીઆરપીના માં નબર વન પર રહે છે, ત્યારે તે હવે નાગિન 4 માં હિના ખાનની  સાથે બીજી ત્રણ નાગિન પણ હશે.  હવે જોવાનું રહ્યું કે નાગિન 4 કોણ નાગિન બનશે ? .નાગિન3માં અનીતા  એટ્લે કે વિશાખાના લીધે  આ શોમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે આવતા ભાગમાં કોણ નવા કાલકારો આવશે.

Also Read : જૂનાગઢ ની સરકારી શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે ગાંધીજીના વિચારો પર સોનેરી કાર્યો