Marriage Without Girl : આજે આપણે વાત કરીશું એક અનોખા લગ્નની,આ લગ્ન ભાગ્યે જ જોવા મળી શકે છે. હા! એવા લગ્નની વાત કરી રહ્યા છે જેમાં વરરાજો પણ ખરો, જાનૈયાઑ પણ તૈયાર અને સાથો સાથ જમવાનું પણ ખરું. ઘરમાં લીલા તોરણીયા બંધાણાં અને ગણેશજીની સ્થાપના પણ કરવામાં આવી અને રૂડા લગ્નના ગીતો પણ ગવાયા. આ વાત સાંભડીને આપણે થાય કે આવી વિધિઓ તો દરેક લગ્નમાં થયા એમાં નવીન શું ? કઈ રીતે લગ્નને અનોખા ગણવા? આ બંધા સવાલો જવાબ તમને મળી જશે જ્યારે તમે આ વરરાજાની કહાની સાંભડશો.
આ વાત છે , સાબરકાંઠા જિલ્લાના ચાંપલા ગામમાં રહેતા અજયની ઉર્ફ જેને આખું ગામ પોપટના નામથી ઓડખે છે. હાલમાં જ તેના લગ્નનાંઢોલ ધબૂક્યા,મંગલ ગીતો ગવાયાઅને સાથો સાથ જાનૈયાઓ મન મુકીને નાચ્યા….વરરાજો પણ ઘોડા પર સવાર થઈગયોપરંતુ આ લગ્ન માત્ર વરઘોડા સુધી જ સીમિત રહી ગયા.
આ વાતથી તમને લાગશે કે આવું કઈ રીત બની શકે ? લગ્નની આટલી બધી તૈયારીઓ કવા છતાં પણ માત્ર લગ્ન વરઘોડા સુધી જ સીમિત રહી ગયા , વરરાજો તો તૈયાર હતો જાન જોડીને તો લગ્ન કેમ વરઘોડા સુધી જ રહ્યા કારણ કે એનાથી આગળની લગ્ન વિધિ આ વરરાજાના નસીબમાં નથી… હા, ઘોડા પર ચડી વાજતે – ગાજતે લગ્ન કરવા નીકળેલો આ યુવાન મંદબુધ્ધીનો છે. હિમતનગર તાલુકાના ચાંપલાનાર ગામનો અજય ઉર્ફે પોપટ બાળપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે.ત્યારે તેની બાળપણથી જ ઈચ્છા હતી કે તેનોપણ વરઘોડો નીકળે.
ચાંપલાના ગામમાં ગમે ત્યારે તે કોઈનાં લગ્ન કે પછી હોય નવરાત્રીએટલે અજય નાચવામાં પાછો ના પડે. દિવ્યાંગ હોવા છતાં પણ તે જિંદગીને મોજથી જીવે છે અને તેનાં મા-બાપ પણ પોતાના દીકરાને કરે મનબુધ્ધિનો નથી સમજતા અને તેની ઈચ્છાઑ પૂરી કરી બતાવી કારણ કે જ્યારે પણ અજય ગામમાં બીજાના લગ્નના વરઘોડા જોઇને અજયપણ હમેશા પોતાના પરિવારજનોને પૂછતો કે એના લગ્ન ક્યારેથશે ?આ સવાલ સાંભળી એના પિતા અને સાવકી હોવા છતાં પોતાની સગી માતા કરતાવિશેષ આ માતાની આંખમાં આંસુ આવી જતા.અજયની આ મનોઈચ્છાને તેનાં મામાએ પૂરી કરી બતાવી. અજયનાં લગ્નતો ના થઈ શકે પરંતુ તેનાં મામા આગડ આવ્યાને તેના વરઘોડાની ઈચ્છા પૂરી કરવાવ્યાગોઠવાયો લગ્ન સમારોહ..
જેમ લગ્નમાં ધામધૂમથી દરેક વિધિઑ કરવામાં આવે તેમ તેના લગ્ન લેવાયા…કંકોત્રી છપાઈ…લગ્નના વધામણા કરાયા…અને અજયનાં વરઘોડાની મનોઈચ્છા પૂર્ણ કરવા શુક્રવારનો દિવસ નક્કી થયોઅને તા: 10 મે 2019નનાં રોજ અજયનો વરઘોડો નિક્ડ્યો. આ વરઘોડામાં ગામનાં લોકો તથા સગા-સંબધીઑ પણ ઉત્સાહ ભેર આ લગ્નમાં જોડાયા, આ લગ્નમાં બધી વિધિઓ કરવાં આવી માત્ર એક કન્યા જ આ લગ્નમાં નોહતી છતાં પણ તેની કમી મહેસુસ નાં થઈ અને ખાસ વાત એ કે આ લગ્નમાં ચાંદલો પ્રથા પણ બંધ રાખી, બસ તેમના પરિવારે પોતાનાં દીકરા અજયની મનોઈચ્છા પૂર્ણ કરવા વરઘોડો કાઢવામાં આવ્યો અને અનેકલોકોનાં આશીર્વાદઅજયને મળ્યા.
માનસિક રીતે દિવ્યાંગ લોકોના નસીબમાં લગ્ન નથી હોતાપરંતુ તેમના મનમાંપણ લગ્નનાં ઓરતા હોય છે.બસ ! ત્યારે અજય આ બાબતે નસીબદાર રહ્યો. અજયનાં ઓરતા પરિવારે વાસ્તવિકતામાં પલટી નાખ્યા.આ લગ્નમાં કન્યા ભલેનાં હતી પંરતુ લોકોએ આ લગ્નને ખૂબ માણ્યા હતા. લગ્નનો હરખ અજયના ચહેરા પર ઝળકી રહ્યો હતો…..
Also Read : Dabangg 3 ની શૂટિંગના ન જોયેલા દ્રશ્યો આવ્યા સામે, વિડિયોમાં જુઓ ભાઇજાનનો નવીન અંદાજ…