Tasty Dish : રસોઇ બનાવીએ તો ક્યારેક થોડું વધઘટ પણ થાય. પરંતુ આજના મોંઘવારીના યુગમાં ફેકી દેવું પણ ન પોસાય અને તે જ વાનગી બીજીવાર ખાવી પણ મોટાભાગે લોકોને ભાવે નહીં. પરંતુ આ વધેલી વાનગીમાંથી આપણે કઈંક નવી જ વાનગી બનાવીએ તો!! જે વાનગીનો પૂરેપૂરો સ્વાદ પણ બદલાઇ જાય ને નામ પણ, અને બધા ને ભાવે પણ ખરા!!! તો આવો જોઈએ એવી કઈ વાનગી બની શકે…
-
સ્પાઈસી ચપાતિ:
સામગ્રી:
4 આગલા દિવસની વધેલી રોટી (ટુકડા કરેલી), 2 કપ લૉ ફેટ છાસ, 1 ટીસ્પૂન તેલ, ½ ટીસ્પૂન રાઇ, 1 ટીસ્પૂન અડદની દાળ, 7 to 8 મીઠા લીમડાના પાન, ½ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1 ટીસ્પૂન ખમણેલો ગોળ, સ્વાદાનુસાર મીઠું.
સજાવવા માટે:
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
રીત :
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી રાઇ અને અડદની દાળ ઉમેરો. જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં લીમડો નાખી છાસ ઉમેરી દો.
- હવે તેમાં હળદર, લાલ મરચાંનો પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ધીમા તાપ પર ઉકળવા દો.
- ઉકળી જાય એટલે તેમાં રોટલીના ટુકડા મિક્સ કરી 2-3 મિનિટ ઉકળવા દો. ઉપર કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.
2. મસાલા ખીચડી પરોઠા:
સામગ્રી
1 કપ આગલા દિવસની બચેલી ખીચડી, 1 કપ ઘઉંનો લોટ, ½ કપ ચણાનો લોટ, ½ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, ¼ ટીસ્પૂન હળદર, ¼ ટીસ્પૂન હીંગ, ¼ ટીસ્પૂન સાકર, 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, 2 ટીસ્પૂન ઘી, 1 ટીસ્પૂન લીંબુનો રસ, સ્વાદાનુસાર મીઠું, ઘઉંનો લોટ(વણવા માટે), 5 ટીસ્પૂન તેલ(શેકવા માટે), લૉ ફેટ દહીં(પીરસવા માટે)
રીત :
- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, થોડા પાણીની મદદથી મસળીને નરમ કણક બનાવો.
- કણકના 10 સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ગોળાકારમાં વણી લો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, ½ ટીસ્પૂન તેલની મદદથી પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- લૉ ફેટ દહીં સાથે ગરમાગરમ પીરસો.
મસાલા ખીચડી પરાઠા એક સવારના નાસ્તાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેને તમે ધારો તો ટીફીનમાં પણ લઇ જઇ શકો છો.
Author: Urvashi Deshani #TeamAapduJunagadh
Also Read : પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?