સ્વામી સ્ત્યમિત્રાનંદ ગિરિ થયા બ્રહ્મલીન, એક દિવ્ય યુગનો થયો અંત,નરેંદ્રમોદી પણ થયા દૂ;ખી…

નરેંદ્રમોદી

નરેંદ્રમોદી : હરિદ્વારના મહાન સંત જેને પોતાનું જીવન લોકોની સેવામાં વિતાવ્યું એ સંત હવે સદાયને માટે તેમના ભક્તોને છોડીને બ્રહ્મલીન થઈ ગયા છે.ભારતમાતા મંદિરના સ્થાપક એવા શ્ંક્રાચાર્ય મહાબળેશ્વર સ્વામિ સ્ત્યમિત્રાનંદ ગિરિનું 87 વર્ષની ઉમરે મંગળવારે નિધન થયું અને તેના નિધનથી  તેમના લાખો-ભાવિકોને દૂ:ખ થયું છે. આવા મહાન સંતના જવાથી એક દિવ્ય યુગનો અંત થયો છે તે વાત તેમનાં  શિષ્ય અવેધાશગીરી કહ્યું હતું .

સ્વામી સ્ત્યમિત્રાનંદ ગિરિ

સ્વામિએ  બાળપણથી જ સંસારની  મોહ માયાથી દૂર હતા  એટ્લે તેમણે  નાની  વયે સંસારનો ત્યાગ કરીને જીવન સત્સંગમાં વિતાવ્યું.  ચાલો ત્યારે જાણીએ આ મહાન સંતના જીવન વિશે.સ્વામિનો  જ્ન્મ 19 સપ્ટેમ્બર 1932માં આગ્રામાં થયો હતો અને તેમનું પરિવાર સિતા પુરમાં રહેતું હતું . પૂર્વાશ્રમમાં તેંમનું નામ  અંબિકા પ્રસાદ પાંડે હતું અને લોકો તેમને આ નામથી ઓળખતા. નાની વયે તેમને સંસારિક જીવનનો ત્યાગ કર્યો અને  આર્ધત્મિકના માર્ગે ચાલવા લાગ્યા અને પોતાનું જીવન ભગવાનની ભક્તિમાં લીન કરવા  સમર્પિત કર્યું.

સ્વામી સ્ત્યમિત્રાનંદ ગિરિ 

સંસારનો ત્યાગ કર્યા બાદ 29 એપ્રિલ 1960માં માત્ર 26 વર્ષની ઉમરે તેઓને ભાનપુરા પીઠના શક્રાંચાર્ય બનાવી દીધા અને 9 વર્ષ સુધી તેઓ આ પદ પર બિરાજમાન રહ્યા અને આખરે 1969માં તેઓ એ આ પદ છોડી દીધું. સ્વામિએ  હરિદ્વારમાં 1983માં  ભારતમાતા મંદિરનું નિર્માણ કરાવ્યુ અને આ મંદિરના તેઓ સ્થાપક હતા. તેમનાં જીવનમાં તેઑએ  65થી પણ વધારે દેશની યાત્રા કરીને તમાંમ  ભૂમિને પવિત્ર કરી છે. સ્વામિને 2015માં પદ્મભૂષણથી પુરષ્કારિત કરવામાં આવ્યા.

સ્વામી સ્ત્યમિત્રાનંદએ પોતાના જીવનમાં ભક્તિની સાથો-સાથ સમાજ સેવા પણ કરી છે, આ કારણે તેઓ લોકપ્રિય રહ્યા છે, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપાઇ , નરેંદ્રમોદી જેવા નેતાઑ પણ તેમના પૂજનીય માનતા હતા. પ્રમુખસ્વામી મહરાજ પણ સ્વામી સાથે ખૂબ જોડાયેલા હતા, જ્યારે પ્રમુખ  સ્વામી મહારાજ અક્ષરધામ તરફ પ્રાયણ કર્યું ત્યારે સ્વામીએ પણ  કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજએ  મહાનસંત હતા તેમણે કરોડો હરી-ભક્તોનું જીવન સાર્થક કર્યું છે.

સ્વામી સ્ત્યમિત્રાનંદ ગિરિ

સ્વામીએ પણ તેમના જીવનમાં ભગવાનની ભક્તિ અને સાથો સાથ તેમના ભક્તોના પણ સુખ –દુખના ભાગિદારબન્યા છે. હરિદ્વારામાં  લાખો ભાવિ ભક્તોના માટે તેઓએ ખૂબ સેવા કરી છે. તેમનું જીવનનું પ્રતિબીબ જોઈતો માત્ર બીજાઑના  માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.સ્વામીની તબિયત ઠીકના હોવા છતાં પણ તેઓ તેમના ભક્તોને આશીવાર્દ આપવાનું ના ભૂલતા, લાંબી બીમારીબાદ તેઓ પોતાના પ્રાણ  છોડીને આખરે ભહ્ર્મલીન થઈ ગયા.

તેમના દેહત્યાગથી લાખો-ભક્તોની આંખો માથી અશ્રુ વહી ગયા. આવું શા માટે ના બને કારણ કે સ્વામિએ પોતનું જીવન લોકોના દૂ :ખ દૂર કરવામાં વિતાવ્યું , વિદેશમાં તેમનાં ભક્તો છે. જ્યારે તેમણે જાણ થઈ કે સ્વામિ હવે આ દુનિયામાં નથી રહ્યા  તો લોકો તેમનાં અંતિમ દર્શન કરવા માટે પોહચ્ય હતા તેઓનું નિધન મંગળવારે વહેલી સવારે થયું અને બુધવારે તેમણે સમાધિ આપવામાં આવી. તેમનાં નિધનથી ભારતભરમાં શોકમય વાતરવરણ છવાય ગયું. રાજનેતાઑ પણ તેમનાં અંતિમ દર્શન માટે આવ્યા હતા. મોદીજીએ પણ દુખ વ્યક્ત કર્યું. બાબા રામદેવ અને બીજા ધર્મગુરુઓ પણ તેમનાં દર્શનમાટે આવ્યા હતા.

સ્વામી સ્ત્યમિત્રાનંદના નિધનથી એક દિવ્યયુગનો અંત થયો. ઓમ શાંતિ

Also Read : દિલ્હી ઇન્ટરનેશનલ ડ્રોઈંગ એક્ઝિબીશનમાં ભાગ લઈ ચૂકેલા જૂનાગઢનાં એક યુવા ચિત્રકાર: સ્મિત વસોયા