Suhana Khan : સુહાના ખાનનો બ્યુટીફુલ અને ગ્લેમરસ લૂક આવ્યો ચર્ચામાં, તસ્વીરો થઈ રહી છે ધડાધડ વાઇરલ!

Suhana

Suhana : બોલિવૂડમાં સ્ટારકીડઝની તસ્વીરો ખૂબજ વાઇરલ થઈ રહી છે, તૈમુર અલી ખાનની તસવીરો હાલમાં ખૂબ વાઇરલ થઈ રહી છે ત્યારે બોલિવૂડના કિંગ(SRK)શાહરુખ ખાનની લાડલી સુહાના અને અબરામની પણ તસવીરો વાઇરલ થતી રહે છે. તાજેતરમાં સુહાનાની નવી તસ્વીરો વાઇરલ થઈ છે, જેના લીધે તે ખૂબજ ચર્ચામાં છે. જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.suhana khan

તાજેતરમાં સુહાનાએ પોતાના દોસ્તો સાથેની તસવીરો પોસ્ટ કરી હતી. જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ મસ્તી કરતી હોય તે જોવા મળે છે.

બોલિવૂડનાં રિપોર્ટ્સ મુજબ એ પણ જાણવા મળ્યું છે કે,તે ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યુ કરી શકે છે. કારણકે શાહરૂખ ખાનએ તેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, સુહાના અભિનય કરવા માંગે છે, તે માટે અમેરિકામાં એક્ટિંગ કોર્ષ પણ કરશે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, તે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી બોલિવૂડમાં આવશે. જોકે, આ ફિલ્મથી તેની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે ડેબ્યૂ કરી રહી છે.આમ સુહાના પણ ડેબ્યૂ માટે તૈયાર થઈ ગઈ છે. ફેન્સ પણ તેના બોલિવૂડ ડેબ્યૂની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

#TeamAapduJunagadh

Also Read : Wildlife Gir Jungle : જંગલ છોડી નીકળેલા પ્રાણીઓને પાછાં લાવવા, વનતંત્ર દ્વારા થઈ રહી છે આ વિશિષ્ટ કામગીરી