અદાકાર સપના ચૌધરી બની “દયાબેન”, જુઓ વિડીયો

હાલમાં જ મળેલા સમાચાર મુજબ દયાભાભી ઉર્ફ દિશા વાંકાણીએ “તારક મહેતા…” માંથી વિદાય લઈ લીધી છે. પોતાના નિજી કારણોને લઈને આ વિદાય લીધી હોવાનું માનવામાં આવે છે. દયાબેનની વિદાયથી તેની ખોટ દર્શકોને તો વર્તાય જ રહી છે, પરંતુ સાથે સાથે બોલિવૂડ સહિતના કેટલાય સિતારાઓ પણ દયાબેનને ખૂબજ મિસ કરી રહ્યા છે.

પોતાની સુંદર અદાઓથી ડાન્સ દ્વારા ફેમસ થયેલી ડાન્સર સપના ચૌધરી પણ દયાબેનની જબરી ફેન છે. સપના ચૌધરીએ હાલમાં જ એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો, જે ખુબજ વાઇરલ થયો છે.

 

https://www.instagram.com/p/BtxH0rqALZe/?utm_source=ig_embed

જ્યારે જ્યારે સપનાના ડાંસનો વિડીયો વાઇરલ થાય છે ત્યારે અને તેમના લાઈવ પરફોર્મન્સને તેના ચાહકો ખુબજ પસંદ કરતાં હોય છે. આ વખતે પણ કૈંક એવુજ થયું. સપનાએ પોતાના ઇન્સ્ટા આઈડી પર એક ટીકટોક વિડીયો શેર કર્યો, જે “તારક મહેતા…”ના પાત્ર દયાબેનનો હતો, જેમાં તે દયાબેનએ બોલેલા ડાયલોગ બોલતી નજરે પડી હતી.

https://www.instagram.com/p/Bv01vRIggLK/

આ વિડીયો પર થી એ પણ સાબિત થઈ ગયું કે, સપના ન કેવળ એક સારી ડાન્સર છે, પરંતુ તે સારી એક્ટર પણ બની શકે છે. સપનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો દયાબેનના ડાયલોગનો વિડીયો ખુબજ વાઇરલ થઈ રહ્યો છે અને સપના ચૌધરી ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે, સપના ચૌધરી આ દિવસોમાં ટીક ટોકની દિવાની બની ગઈ છે. સપના ચૌધરી અનેક પ્રકારના ટીક ટોક વિડીયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. હાલ માં સપના ચૌધરીએ દયાબેનના ડાયલોગનો એક વિડીયો પોસ્ટ કરતાં તેના ચાહકો હસી હસીને લોથપોથ થઈ ગયા હતા. ચાહકોએ સપનાની એક્ટિંગને ખુબજ વખાણી હતી.