દયાબેન શો માં પાછા ફરી રહ્યા છે, મેકર્સ પાસે શું માગણી કરી તમે જાણો છો..??

“તારક મહેતા ઉલ્ટા ચશ્મા’’ દિશા વાકાણી આ શો છોડી રહી છે , એવું હાલ જાણવામાં મળ્યું હતું. koimoi મિડીયા પરથી જાણવા મળ્યું છે કે આ શોમાં “ દયા બેન” ફરી પાછા આવી રહયા છે ત્યારે દિશાના પતિએ મેકર્સ પાસે ડિમાન્ડ રાખી છે,જેનાંથી દયાબેન આ શોમાં પાછા જોવા મળી શકે છે. dayaben

koimoi નાં રિપોર્ટ મુજબ મયુર પંડ્યાએ મેકર્સને કહ્યું છે કે દિશાની બાકી રહેતી ફી તેને ચૂકવામાં આવે, પરંતુ નિમાર્તાઓ ચુકવણીને લગતા આવા દાવાને નકારીને દીધો છે.

બીજા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે કે દિશાના પતિ એ મેકર્સ પાસે એવી ડિમાન્ડ કરી છે કે દિશા માત્ર દિવસમાં 4 કલાક અને મહીંનામાં 15 દિવસ સુધી જ કામ કરશે.  ત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ વાતનો અસ્વીકારવા કર્યો મેકર્સએ તેથી દયાબેન માટે આ શોના દરવાજા બંધ થઈ શકે છે.

દિશા વકાણીની  આ ડિમાન્ડ મેકર્સ જો સ્વીકાર કરી લેશે,તો આ શોમાં દિશા પાછી આવી શકે છે. એક રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે દયાબેન નું પાત્ર ભજવી શકે એવી અભિનેત્રીઑ મેકર્સ શોધી રહ્યા છે ત્યારે હાલમાં દયાબેન નું પાત્ર ભજવી શકે તે માટે ત્રણ અભિનેત્રીઓ નામ લેવાઇ રહ્યા છે. જેમાં “ શિલ્પા શિંદે (અંગુરી ભાભી), સુંગધા મિશ્રા, સુમોના ચક્રર્વતી.

મેકર્સએ કહ્યું છે કે અમે એવી અભિનેત્રીની શોધમાં છીએ જે દયાબેનનું પાત્ર ભજવી શકે, અને જેથી  દિશાની કમી મહેસુસના થાય. દયાબેનનાં ગયા પછી પણ આ શોની ટીઆરપીમાં કોઇ ફર્ક આવ્યો નથી, હવે જોવાનું રહ્યું કે દિશા આ શોમાં પાછી આવશે કે પછી કોઈ નવી અભિનેત્રી દિશાની જગ્યાં લેશે.

#TeamAapduJunagadh