Rich old man serve water : કરોડોની સંપત્તિ ધરાવતાં આ દાદા કરે છે અનોખી જનસેવા..

Rich old man serve water

Rich old man serve water : “જન સેવા એજ પૃભ સેવા “ આ વાકયને વાચવું તો સહેલું જ લાગે પણ આનો અમલ કરવોએ દરેક વ્યક્તિના હાથમાં નથી હોતો, ક્યારેક ભગવાને માણસને બધા જ સુખો આપી દીધા હોય છે ત્યારેએ માણસ ભગવાનનો ઉપકાર ક્યારે પણના ભૂલી શકે. બસ ! એક એવ વ્યક્તિની વાત કરી રહ્યા જેની પાસે  જમીન અને મિલ્કત મળીને તેની પાસે કરોડો રૂપિયાની જમીન છે,  ભગવાને તેમણે તેમના જીવનની બધી જ જરૂરિયાત પૂરી કરી છે, અને હવે તેવો જનસેવા કરીને પોતાનું જીવન વીતાવવા ઇચ્છી રહ્યા છે કારણ કે ભગવાનની સેવામાં જીવન વિતાવા કરતાં લોકોની સેવા કરીને કોઈને ઉપયોગી બનવુંએ પણ એક ભગવાનની સેવા કરવાનું ફળ મળ્યું કહેવાય છે.  ભગવાને આપણે કઈક આપ્યું હોય તો આપણે બિજાને દાન કરવાથી  પુણ્ય મળે છે અને ભગવાનની સાચી ભક્તિકે સેવા એ જ છે કે તમે લોકોનું કલ્યાણ કરીને ભગવાનની સેવા કર્યાનું ફળ મળે છે. જ્યારે આપણે કોઈની આંતરડી ઠારીએ ત્યારે ભગવાન ખુદ આપની ભૂખ મટાડવા આવે છે.

Rich old man serve water

અમે આપણે એવા વ્યક્તિની વાતા જણાવી રહ્યા છે જેને પોતાનું જીવન જન સેવામાં જ સમર્પિત કરી દીધું છે,. દેવાભાઈ ની સંઘર્ષરૂપી તરસ ભોળાનાથે છીપાવી અને હવે એ લોકોને પાણી પીવડાવીને ભોળાનાથનું ઋણ ચૂકવી રહ્યાં છું. આ શબ્દો છે ગોંડલમાં રહેતા અને ધમધોકતા તાપની વચ્ચે લોકોની તરસ છિપાવતા દેવાભાઇ ગીગાભાઇ માહોલીયા.

“ જન સેવા એજ  પ્રભુ સેવાને “ પોતાનું જીવન મંત્ર બનાવીને  દેવાભાઇ છેલ્લા ત્રણ વર્ષથી પોતાની સાયકલ રથમાં 50 જેટલી મશક (પાણીની થેલી) રાખે છે.  અને ગોંડલ શહેરના રાહદારીઓ અને પ્રવાસીઓને ઠંડુ પાણી પીવડાવે છે. દેવાભાઇ પોતાના જીવનમાં સંપન્ન છે, કરડો રૂપિયાના માલિક હોવા છ્તા પણ દેવા ભાઈ આવ તડકામાં લોકોની સેવા કરી રહ્યા છે, આમ તો આ વાતા માનવમાં ના આવે પરંતુ આ કોઈ કાલ્પનિક નહીં પણ સત્યઘટના છે. દેવાભાઈ પોતાનું બાકીનું જીવન હવે જન સેવા કરીને જ વીતાવા માંગે છે. ભગવાને ઘણું બધુ આપ્યું છે જીવનમાં ક્યારે પણ દુખી નથી થવા દિધા ત્યારે હવે દેવા ભાઈ ભગવાન આભાર માનવા માટે પોતાનું જીવન જનં સેવામાં સમર્પિત કરી દીધું છે.

દેવાભાઇએ પોતાની આ પાણીની   સેવા માટેનો  એક જ જીવન મંત્ર રાખ્યો  છે ‘ઠંડુ, કડક અને મીઠું તમે પાણી પીવો મફત’. બસ આ જ સૂત્ર  સાકાર કરવામાટે  દેવાભાઈ સવારે 7 વાગ્યાથી તેઓ પોતાના ઘરેથી નીકળી પડે છે. પોતાની સાયકલ રથમાં 50 જેટલી પાણીની બોટલો લઇને અને સાંજના સાત વાગ્યા સુધી 2000 લીટર પાણી 1000 જેટલા રાહદારીઓને  પાણી પીવડાવીને લોકોની તરસ બુજાવે છે, લોકો તો પાણીના  પરબ બાંધે પરંતુ  દેવાભાઈએ  તો ખુદ એક હરતું ફરતું પાણીનું પરબ બનીને લોકોની તરસ બુજવી રહ્યા છે.ગોંડલ શહેરમાંથી પસાર થતી બસોના મુસાફરોને પણ દેવાભાઇ પાણી પીવડાવે છે અને  જેમને જરૂર હોય તેમની બોટલો પણ ભરી આપે છે. આ તમામ સેવા દેવાભાઇ વિનામૂલ્યે કરે છે.

દેવાભાઇ ગામથી 4 કિલોમીટર દૂર કૂવામાંથી પાણી ભરવા માટે સાયકલમાં જાય છે. સાયકલ પર પાણીની 50 થેલી લઇ સવારથી નીકળી પડે છે.દેવાભાઈ  આ સાથો-સાથ બીજી પણ ઘણી સમાજસેવા કરતાં રહે છે જેમાં છેલ્લા પચ્ચીસ વર્ષોથી લોકોને દર ચૈત્ર નવરાત્રિએ લોકોને વિના મૂલ્ય છાસનું વિતરણ કરે છે. પોતાનું જીવન જન સેવામાં વીતાવા ઇચ્છે. દેવાભાઈનું આ કાર્ય લોકોની  પ્રેરણા બની રહશે અને તે રોજ 2000 લિટર પાણી 1000 રાહદારીઓની તરસ બુજાવે છે.  તેમની આ સેવા લોકો માટે ઉતમ ઉદાહરણ છે.

Also Read : Pooja : આલિયાની મોટી બહેને રણબીર સાથેના સંબંધ વિશે કહી દીધું કઇંક આવું, કે તેની ચર્ચા સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ!