આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે સૌ કોઈ આજના દિવસે વુક્ષો રોપણ કરશે અને પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે એક અબજોપતિ જે કેટલા વર્ષોથી તેમનાં માટે દરરોજ પર્યાવરણ દિવસ હોય છે, આ કારણ જ્યારે જાણશો તો તમને પણ નવાઈ લાગશે. આપણે એક એવા વ્યક્તિની વાત કરી રહ્યા છે. જેમનું નામ ગુજરાતમાં તો છે જ પરતું તેમની અગ્રણી બ્રાન્ડથી તેને દેશભરના વ્યક્તિઑ પણ ઓળખે છે.
ગુજરાતના ભાવનાગરના ઉધોગપતિ દેવનભાઈ શેઠ જેમનું વાર્ષિકટર્ન ઓવર કરોડ રૂપિયાનું હોય તેવા વ્યક્તિ પણ એક સામાન્ય વ્યક્તિને જેમ જીવન તો જીવે છે પણ સાથો-સાથ તેમનું કાર્ય જાણીને પણ ચોંકી જશો,
દેવેનભાઈએ ભાવનાગરને 7000 જેટલા વુક્ષોની ભેટ આપી છે, છેલ્લા 10 વર્ષોથી આ તેઓ વુક્ષ માટે એક અનોખુ અભિયાન ચલાવી રહ્યા છે. તેમનું સપનું છે કે તેઓ ભાવનગરને ગ્રીનસિટી બને અને વધુમાં વધુ વુક્ષોનું એ જતન કરે અને તેમનું સપનુ પૂરું થાય તે માટે તેઓ દરરોજ સવારના 6 વાગ્યાથી પોતના અભિયાનમાં નિકડી જાય છે. જ્યારે તમે એના આ અભિયાન વિશે જાણશો તો તમને પણ નવાઈ લાગશે કે એક અબજોપતી હોવા છ્તા પણ તેમણે આવું કાર્ય કરવાની શું જરૂર આ કાર્ય તો તે ગમે તેની પાસે કરાવી શકે છે.
દેવેનભાઈનું કહેવું છે કે આ અભિયાનના બી બેંગાલૂરૂની મુલાકાત દરમિયાન મારા મનમાં આ વિચારના બીજ રોપયા. બેંગાલૂરૂને જોઈને નક્કી કરી લીધું કે તે પણ ભાવનાગરને આવું ગ્રીનસિટી બનાવશે.
બસ ! આ સપનું પૂરું કરવા માટે તેમણે ખુદ નક્કી કર્યું કે હું પોતે વુક્ષોનું જતન કરીને તેમને મોટા કરીશ, શરૂઆતમાં તે કારમાં પાણીના કેરબા લઈને ને સવાર માં 6 વાગ્યે નિકડીને તેઓ વુક્ષોને પાણી પાતા પરતું આટલૂ પાણી પૂરતું ના હતું એટ્લે તેમણે એક છોટા હાથી ટેમ્પો વાસવી ને તેમાં પાણી ટાંકી રાખીને વુક્ષોને પાણી પિવડાવે છે.
દેવનભાઈ અબજોપતિ હોવા છતાં પણ તેમનું જિવન પર્યાવરણને સમર્પિત કર્યું છે. જેમની કાયમચૂર્ણ બ્રાન્ડ દેશભરમાં વખણાઇ છે એવા વ્યક્તિની આવું કાર્ય જાણીને તેમણે આભિનદનને પાત્ર છે અને બિજાઑ માટે પ્રેરણા રૂપ છે.
Also Read : જૂનાગઢ માં આવેલા દરવાજાઓના સમારકામમાં થયો છે આટલો ખર્ચ