જૂનાગઢ માં આવેલા દરવાજાઓના સમારકામમાં થયો છે આટલો ખર્ચ

જૂનાગઢ

જૂનાગઢ શહેર એક ઐતિહાસિક નગર છે. આ શહેરમાં કેટલાય સ્થળો એવા છે, જે આ શહેરનો ઇતિહાસ કથિત કરે છે. આ શહેરમાં આવેલા કેટલાય પૌરાણિક બાંધકામો અનેક વર્ષો જૂના હોવા છતાં આજે પણ અડીખમ ઊભા છે, જ્યારે કેટલાક જર્જરિત છે, તો કેટલાક પડી ભાંગ્યા છે.junagadh gate

આ શહેરના આકર્ષણ સમાન ત્યાં આવેલા વિવિધ દરવાજાઓ ઇતિહાસની સાક્ષી પૂરતા આજે પણ હૈયાત છે. આ દરવાજાઓને અનેક વર્ષો વિત્યા, જેને કારણે જર્જરિત અવશ્ય થયાં, પરંતુ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ દરવાજાનું સમારકામ કરી તેનું નવનિરૂપણ કર્યું છે.

https://www.facebook.com/aapdujunagadh/videos/1658027010980826/

જૂનાગઢ મહાનગરપાલિકાએ શહેરના ઐતિહાસિક એવા ચારસ્થળોએ આવેલા દરવાજાનું 6.39 કરોડના ખર્ચે રિનોવેશન કર્યું છે. ખાસ કરીને મજેવડી ગેઇટને 1.40 કરોડના ખર્ચે,સર્કલ ચોકને 60.57 લાખના ખર્ચે,તેમજ અન્ય 2 દિવાન ચોકના નાના ગેઇટને 27.18 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યા છે. જોકે આ કામગીરીમાં એકમાત્ર સરદાર પટેલ ગેઇટનું કામ 50 ટકા જેટલું બાકી રહ્યું છે. રેલવે તંત્રની મંજુરીના અભાવે આ કામ થઇ શક્યું નથી.

જયારે સરદાર પટેલ ગેઇટના રિનોવેશન માટે 4.12 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 2.88 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. આ રકમમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બનાવાયેલા બિલખા રોડ,દોલતપરા અને ટીંબાવાડી મધુરમ સહિત અન્ય 3 ગેઇટના રંગરોગાનનો પણ સમાવેશ થયો છે. આ તમામ કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મળેલી આગવી ઓળખની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહી છે.

Also Read : વિશ્વ પર્યાવરણ દિવસ : વર્ષે 300 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતાં આ ઉદ્યોગપતિ, દરરોજ ટેમ્પો લઈને વૃક્ષોને પાણી પીવડાવે છે!