નરેન્દ્ર મોદી : અહિયાં રહે છે ભારતના પ્રધાનમંત્રી, જેને મળે છે આ ખાસ સુવિધાઓ, જાણીને ચોંકી જશો! જુઓ તસ્વીરો…

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી : ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિશે જાણવા બધા લોકો ઉત્સુક હોય છે. તેમની જીવનશૈલીથી લઈને તેમના સરકારી આવાસ, કાર્યાલય વગેરે વિશે જાણવાની સૌને ઇચ્છા હોય છે, તો ચાલો જાણીએ ક્યાં રહે છે આપના પ્રધાનમંત્રી અને એમને કઈ-કઈ ખાસ સુવિધાઓ આપવામાં આવે છે.

ભારતના પ્રધાનમંત્રીનું સરકારી નિવાસસ્થાન રાજધાની દિલ્હીના લૂટીયન્સ ઝોનના લોક જનનાયક માર્ગ પર સ્થિત બંગલા નંબર 7 છે. વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અહી રહે છે. તેઓ વર્ષ 2014થી અહિયાં જ રહે છે. પ્રધાનમંત્રી આવાસનું આધિકારિક નામ ‘પંચવટી’ છે. 5 બંગલાઓ મળીને આ નિવાસસ્થાન બનાવવામાં આવ્યું છે. 7 લોક કલ્યાણ માર્ગમાં રહેનારા પ્રથમ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી છે. તેઓ 1984માં આવ્યા હતા.

કેવું છે પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન:

પ્રધાનમંત્રી આવાસ 12 એકરમાં ફેલાયેલું છે. જેનું નિર્માણ વર્ષ 1980માં કરવામાં આવ્યું હતું. આ આવાસમાં એક નહીં 5 બંગલા છે. જેમાં પ્રધાનમંત્રી કાર્યાલય, નિવાસસ્થાન, સુરક્ષા પ્રતિષ્ઠાન, તેમજ એક ગેસ્ટ હાઉસનો સમાવેશ થાય છે. આ બધુ મળીને આ આવાસને 7 લોક કલ્યાણ માર્ગ કહેવામાં આવે છે. હાલમાં 5 લોક કલ્યાણ માર્ગમાં આપણાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી રહે છે. 7 લોક કલ્યાણ માર્ગ એમનું કાર્યાલય છે. એના પછી બંગલા નં-9 માં પ્રધાનમંત્રીને સુરક્ષા પ્રદાન કરતાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ(SPG)ના લોકો રહે છે. બંગલા નં-3માં ગેસ્ટ હાઉસ છે જ્યાં મહેમાનો રોકાય છે. બંગલા નં-1 માં હેલિપેડ પણ છે. જેનો ઉપયોગ વર્ષ 2003થી કરવામાં આવે છે.

શાનદાર બગીચાની છે આ ખાસિયત:

પ્રધાનમંત્રી આવાસનો બગીચો ખૂબજ શાનદાર છે. જે ખૂબજ મોટો, સાફ અને સુંદર છે. આ બગીચો એટલો મોટો છે કે, એમાં એક ઘોડો આરામથી દોડી શકે છે. સુંદર મજાનાં વૃક્ષોથી શોભતા આ બગીચામાં મોર સહિત ઘણા બધા પક્ષીઓ રહે છે. આ આવાસની દેખરેખ કડક ચોકી પહેરા હેઠળ કરવામાં આવે છે. 7 લોક કલ્યાણ માર્ગમાં પ્રવેશવા માટે એકજ દ્વાર છે. આ દ્વારની પહેરેદારી પણ એસપીજી કરે છે. આ બંગલાની ખાસ વાત એ છે કે, આમાં 2 કિલોમીટર લાંબી જમીન સુરંગ છે, જે આ બંગલાને સફદરગંજના હવાઈ મથક સાથે જોડે છે.

પ્રધાનમંત્રી આવાસમાં ઘણા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. અહીં એક પાવર સ્ટેશન છે. અહીં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના ડોક્ટર્સ અને નર્સ 24 કલાક ડ્યૂટી પર રહે છે. આવાસમાં એક એમ્બ્યુલન્સ અને બીએમડબલ્યુ કાર પણ હોય છે. આ બધીજ સુવિધાઓ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલ આદેશ બાદ આપવામાં આવી હતી.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : શાંતિ અને આધ્યાત્મના શુદ્ધ વૈદિક વાતાવરણથી ભરેલી જગ્યા: આનંદ આશ્રમ(બિલખા)