આનંદ આશ્રમ (બિલખા) : શાંતિ અને આધ્યાત્મના શુદ્ધ વૈદિક વાતાવરણથી ભરેલી જગ્યા.

આનંદ આશ્રમ : ભૌતિક જગતના પ્રવાસીઓને સંયમના પાઠ ભણાવી, તેમને આધ્યાત્મિક જગતનો પરિચય કરાવી, જીવન ધ્યેય પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ કરી, તેઓને સન્માર્ગ તરફ દોરવા ભારતવર્ષમાં સમયાંતરે સંતો, મહાપુરુષો પ્રગટ થતાં રહે છે.

ગુજરાત-સૌરાષ્ટ્રમાં જે સંત પરંપરા અસ્તિત્વમાં રહી છે, તેમાં આનંદ આશ્રમ બીલખાના અધિષ્ઠાતા મહાત્મા શ્રીનથુરામ શર્માનું નામ આદરપૂર્વક ઉલ્લેખનીય રહ્યું છે. શ્રી નથુરામ શર્માએ વર્ષો અગાઉ સંસ્કૃત પાઠશાળાની સરિતા વહેતી કરી હતી. બ્રાહમણ સારસ્વતને પંડિતાઈના પાઠ દક્ષિણામુર્તિ પાઠશાળામાં આજે પણ અપાઈ રહ્યા છે. સનાતન વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે શ્રી નથુરામ શર્માએ આનંદઆશ્રમની સ્થાપના કરી હતી. Anand AshramAnand Ashram

ચાલો જાણીએ જુનાગઢથી 22 કી.મી અંતરે આવેલા આનંદ આશ્રમની વિશેષતાઓ…

લગભગ 125 વર્ષ પહેલા શ્રી નથુરામ શર્માનો જ્ન્મ એક પવિત્ર બ્રાહમણ પરિવારમાં સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામમાં થયો હતો. બાળપણ પછીથી, તેમના આત્મસંયમ, નિરીક્ષણની તીવ્ર ભાવના અને ભક્તિ ઉદાહરણ રૂપ હતી. અનંત સત્યની શોધમાં, “આત્મા” ની શોધ અવિરત હતી. યોગના વિવિધ સિદ્ધાંતો, વૈદિક અભ્યાસ, ભક્તિ પરની નિપુણતાને કારણે  જ્યાં પણ તેઓ રહ્યા ત્યાં તે એક અવિચારી છાપ છોડી ગયા અને તે સ્થાનોના લોકોએ તેમને દેવતાના રૂપમાં જોયા.આનંદ આશ્રમ

સવંત 1952 ના રોજ આ આશ્રમની સ્થાપના થઈ હતી. ગુરુપુર્ણિમા તથા કાર્તિકીપુર્ણિમાના વિશેષ પર્વ પ્રસંગે ઘણો મોટો લોક સમુદાય આશ્રમમાં આવી દર્શન-પૂજન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. કેટલાક શ્રદ્ધાળુઓ લગ્ન પ્રસંગે નવદંપતીની છેડાછેડી છોડીને, પૂ. શ્રી નથુરામ શર્માના શ્રદ્ધાસભર દર્શન કરી મંગળ આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત અહીં આશ્રમમાં નિત્યક્રમે સવાર-સાંજ આરતી, ભજનની રમઝટનો સુંદર નઝારો જોવા મળે છે. એટલું જ નહીં, અહીં શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ થાય છે.

દરવર્ષે વૈશાખ સુદ પાંચમના દિવસે અહીં સમૂહ યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવે છે. તેમજ ફાગણ સુદ પાંચમના રોજ પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. 87 વર્ષથી અહીં “આનંદ આશ્રમ પત્રિકા” પ્રકાશિત થાય છે. પ્રકૃતિ વચ્ચે સજ્જ શાંત, રમણીય વાતાવરણમાં આવેલો આનંદ આશ્રમ ખરેખર દર્શનીય સ્થળ છે, તો એક વખત અચૂક મુલાકાત લો…!!!

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : અહિયાં રહે છે ભારતના પ્રધાનમંત્રી, જેને મળે છે આ ખાસ સુવિધાઓ, જાણીને ચોંકી જશો! જુઓ તસ્વીરો…