Mission Shakti : ભારતે અંતરિક્ષની દુનિયામાં મિશન શક્તિ દ્વારા ફરી એકવાર મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી મોદીજીએ તા.27, માર્ચને બુધવારના રોજ અંદાજિત 12.30 કલાકે દેશને સંબોધિત કરતાં કહ્યું કે, ભારતે અમુક સમય પહેલાજ અંતરિક્ષમાં એક સેટેલાઇટને પછાડી દીધું છે. ભારતે આ કાર્ય કરીને દુનિયામાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરી લીધો છે. અંતરિક્ષમાં થયેલું આ પરીક્ષણ પોખરણમાં થયેલા પરીક્ષણ જેવુ જ હતું. આ પરીક્ષા બાદ ભારતે ફરી એકવાર દુનિયાને પોતાની શક્તિનો નવો પરિચય આપ્યો છે.
વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર, ભારત માટે આ સફળ પરીક્ષણ ખુબજ મહત્વપૂર્ણ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, ભારત જળ, આકાશ અને જમીન સિવાય અંતરિક્ષમાં પણ દુશ્મનની તમામ હરકતો ઉપર નજર રાખીને બેઠું છે. જો કોઈ દુશ્મન દેશ અંતરિક્ષના સેટેલાઈટ દ્વારા ભારત પર નજર રાખીને બેસસે કે જાસૂસી કરવાનો પ્રયત્ન કરશે તો ભારત તેની મિસાઇલ નષ્ટ કરી દેશે.
આ મિશન શક્તિ સંપૂર્ણરીતે મેક ઇન ઈન્ડિયા હતું. અર્થાત આ મિશન ISRO અને DRDOની મદદથી સફળતાપૂર્વક સફળ થયું છે.
मेरे प्यारे देशवासियों,
आज सवेरे लगभग 11.45 – 12.00 बजे मैं एक महत्वपूर्ण संदेश लेकर आप के बीच आऊँगा।
I would be addressing the nation at around 11:45 AM – 12.00 noon with an important message.
Do watch the address on television, radio or social media.
— Narendra Modi (@narendramodi) March 27, 2019
આજે મોદીજી ટ્વિટ કરીને કહ્યું હતું કે, મારા પ્રિય દેશવાસીઓ, હું આજે સવારે 11.45- 12.00 વાગ્યા સુધીમાં આપની સમક્ષ એક મહત્વપૂર્ણ સંદેશ લઈને આવીશ. ત્યારબાદ અનુમાનનો દોર શરૂ થયો, અને અંતમાં મોદીજી જણાવ્યુ કે, ભારત હવે અમેરિકા, રુસ અને ચીન પછી ચોથો એવો દેશ છે જેણે અંતરિક્ષમાં એન્ટિ સેટેલાઈટ મિસાઇલ(ASAT)નું સફળ પરીક્ષણ કર્યું. તેઓએ એ પણ જણાવ્યુ કે, આ સંપૂર્ણ પરીક્ષણ ભારતની વિશેષજ્ઞતા અને અત્યાધુનિક ટેકનૉલોજીને આભારી છે.
શું હતું મિશન શક્તિ?
- આ મિશન અંતર્ગત અંતરિક્ષમાં સામેલ એક લો ઓરબિટ સેટેલાઇટનો ખાતમો બોલાવી દીધો છે.
- આ સેટેલાઇટને નષ્ટ કરવા માટે મિસાઇલ છોડવામાં આવી હતી.
- આ મિસાઈલ એન્ટિ સેટેલાઈટ મિસાઇલ (A-SAT) તરીકે ઓળખાય છે.
- આ સેટેલાઈટ પૃથ્વીથી 300 કિમી દૂર હતું.
- જે મિસાઈલથી સેટેલાઇટને નષ્ટ કરવામાં આવ્યું તેનું નિર્માણ DRDO દ્વારા થયું હતું.
- જે સેટેલાઇટને નષ્ટ કરવામાં આવ્યું તેને ISRO દ્વારા બનાવવામાં આવ્યું હતું.
#TeamAapduJunagadh
Also Read : Mango : મનખો ધરાઇ નહીં ખાતો! એવી છે આ કેરીની વિવિધ જાતો