મેચ : IND / PAK મેચ દરમિયાન ગ્રાઉંડ પર આ યુવાને તેની GFને કઇંક આવા અંદાજમાં કર્યું પ્રપોઝ , જુઓ વિડીયો…

મેચ

મેચ : ભારત અને પાકિસ્તાનના મેચ દરમિયાન એવી ઘટના બની જેના લીધે  બે પ્રેમી-પંખિડાઑ ખૂબ ચર્ચામાં છે. ભારત અને પાકિસ્તાનનો રોમાંચક મેચ ચાલી રહ્યો હતો અને સૌ કોઈ મેચ જોવામાં મશગુલ હતાં. આખરે જ્યારે ભારત આ મેચ જીતી ગયું પછી કઇંક એવું થયું કે જેના લીધે ભારતની જીત કરતાં પણ વધુ આ યુગલ ચર્ચામાં રહ્યું.

મેચ

હાલમાં સોશિયલ મીડિયા લોકોને  લોકપ્રિય બનાવા  માટે બેસ્ટ પેલ્ટફોર્મ છે,ત્યારે ફરી એક વાર એક વિડીયો વાયરલ થયો છે જેનાથી બે લવ બર્ડ્સ આજે ખૂબ ચર્ચામાં રહ્યા છે.

આ પહેલા પણ મેચ દરમિયાન દિપીકા ખૂબ ચર્ચામાં રહી હતી, ટિમને ચીયર્સ કરતો વિડીયો લોકોને એટલો ગમ્યો કે તે રાતો-રાત સ્ટાર બની ગઈ અને ઇનસ્ટામાં બ્લૂ ટીક માર્ક મળી ગયું. ત્યારે ફરી એકવાર મેચના એ સ્ટેડિયમમાં બેઠેલા બે કપલ ખૂબ ચર્ચામાં છે અને તેનો વિડીયો લોકોને ખૂબ ગમ્યો છે.

ઘટના એવી બની કે ભારતીય ફેંન્સએ  મેચ દરમિયાન તેની ગર્લફ્રેન્ડને પ્રપ્રોઝ કર્યું હતું અને તેથી આ વિડીયો ખૂબ વાયરલ થયો છે. આ વિડીયોને અતિયાર સુધી  2.6k વ્યુર્સ મળી ચૂક્યા છે.

મેચપૂરી થયા બાદ વિક્કી તેની ગર્લફ્રેન્ડ સામે  તેને રિંગ આપીને પ્રપોઝ કરે છે અને ત્યાર પછી તેની ગર્લફ્રેંડને જોરથી હગ કરી લેય છે, અને અંતે બને એકબીજાને કિસ કરે છે. સ્ટેડિયમાં બેઠેલા લોકો પણ આ બનેને  ચીયર્સ કરવા લાગે છે અને સૌ કોઈ તેમના માટે ક્લેપ કરે છે. આ વિડીયો તેની ગર્લફ્રેંડ અનવિતા એ પોતાના ટ્વિટરમાં શેર કર્યો હતો.

 

પ્રપોઝ કર્યા બાદ વિક્કીઅને અનવિતા ખૂબ ખુશ હતાં અને ત્યાં બેઠેલા દરેક લોકોએ તેમને અભિનદન પાઠવ્યા અને આ વિડીયો જોયા બાદ પણ ઘણા લોકોએ તેમના માટે  સારી વાતો કરી છે. આ વિડીયો હાલમાં ધૂમ મચાવી રહ્યો છે અને લોકોને પણ એટલો જ ગમ્યો છે.

વિક્કી અને અનવિતા માટે આ દિવસ સદાયને માટે યાદગાર બની જશે અને તેઓ બને આજે ક્યૂટ કપલ તરીકે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ બંનેના  પ્રેમને  જોઈને સૌ કોઈ કોમેટ્સ કરી છે તો કોઈ આ બંનેની મજાક પણ ઉડાવી છે.

Also Read : નાસ્તો કરતાં મહત્વનો છે તેના માટે કરવામાં આવતો આગ્રહ