Mahatma Gandhi : ગાંધીજી એ દુબળા પાતળા શરીરે, પૃથ્વીની 2 વખત પરિક્રમા કર્યા જેટલી પગપાળા સફર કરી!

Mahatma Gandhi

Mahatma Gandhi : પાતળું શરીર છતાં મજબૂત મનોબળ ધરાવતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ 35 વર્ષમાં દેશભરમાં 79 હજાર કિમીનો પ્રવાસ કર્યો. જો આ સમયગાળામાં ધરતીનું ચક્કર લગાવે તો તે તેની બે વાર પરિક્રમા જેટલું થાય! ગાંધીશાંતિ પ્રતિષ્ઠાનમાંના દસ્તાવેજો અને સરકારી રેકોર્ડના સંશોધન પછી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી ગાંધીજીની તબિયત બાબતે આ રિપોર્ટ તૈયાર કરાયો છે.તેમની 150મી જયંતીના સંદર્ભમાં સોમવારે આ રિપોર્ટ જાહેર કરાયો હતો. તેઓ રોજનું 18 કિમી પગે ચાલતા હતા. સવારે 4 વાગ્યે જાગ્યા બાદ 1 કલાક સુધી ચાલતા હતા. રાત્રે સૂતા પહેલા પણ 30થી 45 મિનિટ ચાલતા હતા.

Mahatma Gandhi

ઇ.સ. 1913થી 1948 સુધી તેમણે 79 હજાર કિમીનો પ્રવાસ કર્યો. ગાંધીજીને 1925, 1936 અને 1944માં મેલેરિયા થયો હતો. આ ઉપરાંત 1919માં પાઈલ્સની પણ સર્જરી કરાવી હતી. ચૌરી ચૌરા કાંડ પછી 1922માં ગાંધીજી જેલમાં ગયા, ત્યારે તેમના પેટમાં ભયંકર દુ:ખાવો થયો હતો. તપાસ પછી 1924માં તેમનું એપેન્ડિક્સનું ઓપરેશન ડૉ. મૈડોકે કર્યું હતું. સર્જરી દરમિયાન વીજળી ડૂલ થઈ ગઈ હતી, ત્યારે ફાનસના પ્રકાશે સર્જરી કરવામાં આવી હતી.

Mahatma Gandhi

ગાંધીજી ત્યારે 70 વર્ષના હતા અને ત્યારે તેમની લંબાઈ 5 ફૂટ 5 ઇંચ અને વજન 46.7 કિલો હતું. લંબાઈના ગુણોત્તરમાં ગાંધીજીનું વજન ઓછું હતું,પરંતુ હિમોગ્લોબિન 14.96 હતું. તેમનું બીપી હંમેશા સામાન્યથી વધારે રહેતું હતું.

તેમના જીવનકાળમાં બે વખત,26 ઓક્ટોબર 1937 અને 19 ફેબ્રુઆરી 1940ના રોજ તેમનું બીપી 220/110ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. ગાંધીજી દૂધ નહતા પીતા. તેમનું માનવું હતુંકે એકવાર માતાનું દૂધ પી લીધા બાદ ખાવામાં દૂધ જરૂરી હોતું નથી. ડૉક્ટર અને તેમના નજીકના લોકોની સલાહ છતાં તેઓ દૂધ પીતા નહતા. તેઓ સંપૂર્ણપણે શાકાહારી ભોજન કરતા હતા.ગાંધીજી એલોપેથી દવાના વિરોધી હતા. તેઓ નેચરોપેથી અને આયુર્વેદિક દવા લેવાનું પસંદ કરતા હતા. આટલી તંગદિલી છતાં ગાંધીજીને ક્યારેય હૃદયની સમસ્યા થઈ નહતી.

Mahatma Gandhi

1937માં ઇસીજી તપાસમાં આ તથ્ય બહાર આવ્યું હતું. તેમનું માનવું હતું કે, પ્રકૃતિની વિરુદ્ધમાં જવાથી ગરબડ થાય છે. પ્રકૃતિ સાથે રહેવાથી બધુ સારું થાય છે. તેઓ એવું પણ કહેતા હતા કે જેઓ માનસિક પરિશ્રમ કરે છે,તેમના માટે શારીરિક પરિશ્રમ કરવો અત્યંત જરૂરી છે.

સંદર્ભ: દિવ્ય ભાસ્કર

#TeamAapduJunagadh

Also Read : કોમોલિકાનો કાન્સ ફેસ્ટીવલ બાદ હવે બીચ પર જોવા મળ્યો હોટ લૂક , બીચ પર કરી રહી હતી આવું કાઇંક જોઈને થઈ જશો હેરાન!! જુઓ તસવીરો..