જૂનાગઢ ની સરકારી શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે ગાંધીજીના વિચારો પર સોનેરી કાર્યો

Junagadh

જૂનાગઢ : મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ગાંધીજીના જન્મ મૃત્યુ પર્યંત સુધીના કુલ 150 જેટલા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન તા.24, જાન્યુઆરીના રોજ કન્યા શાળા નંબર-4 પ્રા. શાળા ખાતે યોજવામાં આવ્યું હતું.

જૂનાગઢ

તા. 24, જાન્યુઆરીના રોજ સવારે 10.30 વાગ્યે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અનેક કાર્યકરો અને અગ્રણીઓ જોડાયા હતા.

આ પ્રદર્શનમાં ગાંધીજીના જીવન પ્રસંગો પર આધારિત હતો. જેમાં 150 ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આજુબાજુની 7 સરકારી શાળાઓ તથા બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓ ગાંધીવિચારોથી પરિચિત થાય અને ગાંધીવિચારોને લઈને સમાજ સુધી પહોંચે તે માટે કન્યા શાળા નંબર-4 પ્રા. શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ આ પ્રદર્શન યોજી પ્રયત્નો હાથ ધર્યા હતા.

જૂનાગઢ

આગામી સમયમાં શાળાના વિદ્યાર્થીઓએ ચાર જૂથમાં વહેંચાઈને ગાંધીજીના માર્ગે ચાલવાનું કામ સ્વીકાર્યું છે. જેમાં પ્રથમ જૂથના 15 વિદ્યાર્થીઓ બે માસ માટે સત્યના પ્રયોગો પુસ્તક વાંચશે. બીજા જૂથના 15 વિદ્યાર્થીઓ સાત જુદાં જુદાં વિસ્તારોમાં જઈને ગાંધીવિચારો આધારિત શેરી નાટકો રજૂ કરશે. ત્રીજા જૂથના 15 વિદ્યાર્થીઓ ગાંધીવિચારો આધારિત સાહિત્ય એકઠું કરીને તેમાંથી એક પુસ્તિકા બનાવશે. તેમજ ચોથા જૂથના 15 વિદ્યાર્થીઓ 50 જેટલા પરિવારોની મુલાકાત લઈને સ્વચ્છતાનું મહત્વ સમજાવશે.

ગાંધીજીના ફોટોગ્રાફ્સ જોઈને જે વિદ્યાર્થીઓને સ્વયં પ્રેરણા થયેલી છે, તે સૌ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવશે.

#TeamAapduJuagadh

Also Read : હિનાખાન : શું ખરેખર કોમોલિકા હવે બનશે નાગિન ? એકતા કપૂરની નાગિન 4 માં થશે હિના ખાનની એન્ટ્રી !