સાઇકલ લઈને ઓફિસે જતાં આ IPS ઓફિસરને એન્ટ્રી અને કામગીરીની તસ્વીરો અને વીડિયો જોઈને તમે દંગ રહી જશો!!

શું તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે, કોઈ ઓફિસર સાઈકલ લઈને કામ પર જતાં હોય? હા, તો એવા જ એક IPS ઓફિસર છે જે ઘણીવાર સાઈકલ પર સવાર થઈને કામે જવાનું પસંદ કરે છે.

એક વખત, વિદ્યાર્થી જેવા જ અંદાજમાં એક યુવક સાઈકલ લઈને સવારે 10 વાગ્યે IG ઓફિસમાં પ્રવેશે છે. સ્ટેનો વિશે પૂછતા એક સિપાહી રૂમ તરફ જવાનો ઈશારો કરે છે. યુવક જેવો ત્યાં પહોંચે છે, ત્યારે સ્ટેનોને કહે છે કે, “જરા આઈજી નો સિયુજી નંબર આપો ને”, એટલામાં તો સ્ટેનોએ ઊભા થઈ તરત પુછ્યું કે, “તમે કોણ છો સિયુજી લેવાવાળા?”

આ પર હસતાં હસતાં યુવકે કહ્યું, “ડીસી સાગર, અહીંનો નવો આઈજી”. આટલું સાંભળતા જ સ્ટેનોના ચહેરા પરના હોંશ ઊડી જાય છે, તેણે ઝટથી હાથ ઉપર કરી સેલ્યુટ મારતાં કહ્યું,”સોરી…સોરી સર… અમને અંદાજો ન હતો કે તમે અહીં સાઇકલ દ્વારા આવશો. અમે તો વિચારતા હતા કે, તમારા આવવાની ખબર પર અમે ગાડી મોકલશું અને તમને રીસીવ કરશું. પણ, સર તમે તો અમને ચોંકાવી જ દીધા.”

આ છે IG ઓફિસર દિનેશ સાગર. માત્ર એમના નામથી જ લોકો કંપી જાય છે. ડીસી સાગરને રિયલ સિંઘમ કહીએ તો પણ કઈ ખોટું નથી. આઈજી હોવા છતાં પણ તેઓ મોટાભાગે તેઓ ઓફિસમાં બેસવાના બદલે ફિલ્ડ પર જ જોવા મળે છે.

નક્સલ એરિયા હોય, તો પોલીસને આધુનિક હથિયારોની સાથે-સાથે પાવરફૂલ વાહનોની પણ જરૂર પડતી હોય છે, પરંતુ ડીસી સાગર દર વખતે જ્યાં પણ ખતરો હોય, ત્યાં તે પોતાનો જીવ જોખમમાં મૂકીને કોઈવાર સાઈકલથી તો કોઈવાર નાવ ચલાવીને કામ માટે નીકળી પડતાં હોય છે. ઘણીવાર તો બંદૂક તાનીને જંગલોમાં જવાનો વચ્ચે પહોચી જતાં, તો કોઈવાર ખુદ ચેક પોસ્ટ પર ચેકિંગ કરવા લાગી જતાં હતા.

વર્ષ 1992ની બેચના આઈપીએસ ડીસી સાગરે સર્વિસ મીટ જાન્યુઆરી, 2016 દરમિયાન જણાવ્યુ હતું કે, “માત્ર ઓફિસમાં બેસીને પોલીસગીરી નથી થઈ શકતી. મૈદાની અમલેને દુરસ્ત રાખવા માટે સાહેબ બનીને કામ ન કરી શકાય, તે માટે કદમથી કદમ મિલાવીને એક જવાન બનીને કામ કરવું પડે છે.” સુરક્ષા માટે અસ્થાયી ટેન્ટ લગાવવાનું હોય કે, બસમાં ચડીને સામાનની ચેકિંગ કરવાનો

https://www.facebook.com/1398705187126660/videos/1953221585008348/

હોય, ડીસી સાગર દરેક કામ ખુદ જાતે કરવાનું પસંદ કરે છે. હાલ તેઓ ભોપાલ ખાતે IPS તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ડીસી સાગર જેટલું કુશળતા ભર્યું કામ કરે છે, એમજ તેઓ સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ ઓફિસર છે. તેઓએ કરેલી તમામ કામગીરી નાગરિકો સુધી અવશ્યપણે પહોંચાડે છે. જેને આપણે તેમના ફેસબૂક એકાઉન્ટ પર સરળતાથી જોઈ શકીએ છીએ.

https://www.facebook.com/Dinesh-Sagar-IPS-1398705187126660/

 

દેશના આવા રીયલ હિરોને સો સો સલામ…!!!

જય હિંદ…

Author: Morvee R