India President House : આજે સૌ કોઈ જાણે છે કે મુકેશ અંબાણીનું ઘર એશિયાનું સૌથી કિંમતી ઘર છે,અને ભારત ભરમાં ફેમસ છે. આ વાતથી કોઈ અજાણ નથી. આ સિવાય બિલ ગેટ્સનું ઘર પણ દુનિયાના મોંઘા ગણાતા ઘરોમાંનું એક છે. દુબઈનો ‘પ્રેસિડેન્સિયલ પેલેસ’ પણ અત્યંત ભવ્ય છે. આપણે આજે વાત કરવાની છે ભારતના રાષ્ટ્રપતિના ઘરની કારણ કે જ્યારે તેમના ઘર વિશે જાણશો તો તમે પણ ચોંકી જશો.
રાષ્ટ્રપતિએ ભારતના પ્રથમ નાગરિક કહેવાય છે, આથી તેમને બધી સવલતો પૂરી પાડવી એ તેમનો હક પણ છે, આથી તેમને એવ આલીશાન ઘરમાં રહેવા મળે છે, જેની કિંમત આકવી પણ અઘરી પડી જશે. આ ઘરની દેખરેખ માટે 200થી વધૂ કામદારો જોઈએ.. ચાલો ત્યારે આપણે જાણીએ કે ભારતના રાષ્ટ્રપતિ જે ઘરમાં રહે છે તેની ખાસીયત શું છે?
ભારતની સૌથી મહત્વની બિલ્ડીંગ આપનું રાષ્ટ્રપતિ ભવવ છે, આજે આપણે રાષ્ટ્રપતિ ભવનનો ભવ્ય ઈતિહાસ જાણીશું કે આ ભવનનું નિર્માણ કઈ રીતે થયું અને આ ઘરમાં શું ખાસિયત છે.
આ રાષ્ટ્રપતિભવનની ડીઝાઇન બ્રિટીશ વાસ્તુકાર એડવીન લૈંડસીર લ્યૂટિટને કરી હતી. આ આકર્ષક ભવન બ્રિટીસવાઇસરોયનું પૂર્વ નિવાસ હતું . આ આલીશાન મહેલસમા ભવનમાં પાંચ-પચ્ચીસ નહીં, પણ પુરા 340 ઓરડાઓ છે. આપણાં ભારતનું રાષ્ટપતિ ભવન અમેરીકાના રાષ્ટ્રપતિભવનથી પણ મોટું છે કારણ કે ‘વ્હાઈટ હાઉસ’માં તો ફક્ત 132 ઓરડાઓ છે.
રાષ્ટ્રપતિ ભવનમાં વાઇસરોય રહેતા હતા તે શયનખંડમાં ભારતના રાષ્ટ્રપતિ નથી રહેતા. તેઓ અતિથિખંડમાં રહે છે.
જયારે ડૉ. રાજેન્દ્રપ્રસાદ ભરતના રાષ્ટ્રપતિ બન્યા અને ભારતના સંવિધાનને સંરક્ષિત, સુરક્ષિત અને તેના રક્ષણ માટે અહીં નિવાસ કર્યો. આ જ દિવસે આ ભવનનું નામ ‘રાષ્ટ્રપતિભવન’ રાખવામાં આવ્યું. પહેલા આ ભવનનું નામ ‘વાઇસરોય હાઉસ’ હતું.
રાષ્ટ્રપતિ ભવનના નિર્માણનો આરંભ 1912માં કરવામાં આવ્યો અને આ ભવન માત્ર 4 વર્ષમાં આ ભવનનું કામ પૂર્ણ કરી દેવાનું હતું, ભવન બનતા 17 વર્ષ લાગ્યા અને તે 1929માં બ્નયું.
આ શાનદાર ભવન ચાર માળનું છે. તેમાં 340 રૂમો છે. આ ભવનમાં રાષ્ટ્રપતિભવનના દરબાર હોલ, અશોક હોલ, માધવ હોલ, ઉત્તરી અતિથિ ખંડ, નાલંદા વગેરે ખંડો આવેલા છે, જેને જોઈને ચોકી જશો.
આ સીવાય આ ભવનમાં એક મુગલગાર્ડન છે, તે લગભગ 13 એકરમાં પથરાયેલો છે. આ બગીચામાં મુખ્ય બગીચો ‘પીસ ધ રજિસ્ટેન્સ’ કહેવાય છે. તે 200 મીટર લાંબો અને 175 મીટર પહોળો છે. તેના પશ્ચિમમાં ટેનીસ કોર્ટ અને લોંગ ગાર્ડન છે. આ સીવાય આકર્ષણ કરાવા માટે અહી કમળના આકારના કુલ છ ફુવારા છે અને નહેરો પણ પોતાની ધીમી ગતિથી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે.
રાષ્ટ્રપતિભવનની રોનક : 100 ઘોડાની સવારી છે , આ સિવાય રાષ્ટપતિ ભવનમાં ઘણું બધુ છે, ખાસ ક્રરીને ગાર્ડન અને ડાયનીંગ હોલ, સ્ટડીરૂમ, મીંટિગ રૂમ, લાઈબ્રેરી. આ ભવનમાં તમામ
Also Read : જુનાગઢ ખાતે એક વિશિષ્ટ સેમીનાર યોજવામાં આવ્યો