કેતકી જોશી : ગુજરાતી રંગભૂમિના દરેક કલાકારોએ ગુજરાતી ચલચિત્રો પર પોતાના અભિનયથી ખુશ કર્યા છે, આ સાથે ટેલિવૂડની દુનિયા અને બોલીવૂડમાં પણ ગુજરાતી કલાકારોએ પોતાનું મ્હત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાતી રંગભૂમિમાં મશહુર દિગ્દર્શક પ્રવિણ જોશી અને એટલાં જ લોકપ્રિય અભિનેત્રી સરિતા જોશી જેને સૌ કોઇ આજે પણ સંતુ રંગીલીના નામથી ઓળખે છે. તેમની પુત્રી કેતકીને પણ રંગભૂમિ અને અભિનયના સંસ્કાર ધરાવે છે.ગળગુથીમાં જ તેમને અભિનય મડેલું.
જેના પરિવારના દરેજ સભ્યો રંગભૂમિ સાથે જોડાયેલા હોય તે કેતકી પણ અભિનયની દુનિયામાં કઈ રીતે પાછળ રહી શકે! સરિતા જોશી જેમને ગુજરાતી રંગભૂમિ પર કેટલા વર્ષો સુધી રાજ કર્યું અને ત્યાર પછી ટેલિવૂડની દુનિયામાં પણ એટલી જ લોકપ્રિયતા મેડવી. તેમની બહેન પદ્મારાનીએ પણ જીવ્યા ત્યાં સુધી પોતાનું જીવન રંગભૂમિને સમર્પિત કર્યું. જ્યાં ઘરમાં અભિનયનો માહોલ હોય તે ઘરમાં જન્મેલું સંતાન કઈ રીતે પાછળ રહી શકે !
સરિતા જોશીની બંને દીકરીઓ પૂર્વી અને કેતકી અભિનય સાથે જોડાયેલી છે, આજે આપણે વાત કરી રહ્યા છે , કેતકી જોશીની જે મુંબઈમાં જન્મેલાં હોવા છ્તાં પણ ગુજરાત સાથે તેમનો અનેરો સંબધ છે. પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ મુંબઈમાં જ લીધું છે. પહેલી વાર તેમણે માત્ર ૬ વર્ષની ઉંમરે રંગભૂમિ પર પદાર્પણ કર્યું હતું.
કેતકી દવેએ અનેક ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મો તેમજ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કોઈ પણ કલાકાર જ્યારે અભિનયમાં પા પા પગલી કરે છે, ત્યારે આગળી પકડીને ચલાવનારા ઘણા મળી શકે પરંતુ હાથ પકડનાર એક જ હોય છે જે હમેશા તમારી સાથે રહે. બસ આવી જ રીતે કેતકી એ પણ ઘણા નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમને લોકપ્રિયતા તો એક્તા કપૂરની ધારાવાહિક ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં દક્ષા કાકીની ભૂમિકાથી મળી છે. અભિનયમાં કેતકી કોમેડી રોલ માટે મશહુર બન્યાં હતાં.
તેમને ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી નાટકોથી ક્યારે પણ છેડો ફાડયો નથી, એક ખાસ વાત એ કે તેમના માતા મરાઠી પરિવારમાં જન્મેલા હોવા છતાં પણ ગુજરાતી રંગભૂમિમાં ખૂબ જ લોકપ્રિયતા મેડવી. તેમની માતાએ પણ પ્રવીણ જોશી સાથે લગ્ન કરી લીધાં હતા.
Also Read : Clay Modelling Workshop