પ્રીતિ પટેલ : હાલમાં યુનાઈટેડ કિંડમના નવા વડા પ્રધાન લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે, સોશીયલ મીડિયા પર ત્યારે એક બીજા પણ સમાચાર પણ વધુ વાયરલ થયા છે. નવી સરકારની રચના થવાની હોય છે , ત્યારે સ્વાભાવિક છે કે નબી કેબિંનેટ મંત્રી મંડળની પણ રચના થવાની હોય છે. આ નવી કેબીનેટમાં એક મૂળ ગુજરાતી મહિલાને સૌથી મોટી જવાબદારી મળી છે , તેના લીધે તે ખૂબ ચર્ચામાં આવી છે.
ચાલો ત્યારે જાણીએ કે આ મહિલા કોણ છે ! આ મહિલાનું નામ પ્રીતિ પટેલ છે, તેમના માતા પિતા મૂળ ગુજરાતી છે જે 60 દાયકા પહેલા યુકેમાં સ્થાયી થયા હતા. સૌ કોઈ જાણે છે કે આજે ગુજરાતી લોકો દેશના ખૂણે ખૂણે વસવાટ કરતાં જોવા મળે છે. આમ પણ હવે કહેવત પડી ગઈ છે કે “ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત “
આ ગુજરાતીની લહેર તો અત્યારથી જ નહીં પરંતુ ભારતને આઝાદી ન મળી હતી, ત્યારથી આ દેશની ધરતી પર એક ગુજરાતી વ્યકતીએ અંગ્રેજોને આ ભારત દેશને તેમની ચુંગલોથી મુક્તિ અપાવી હતી,આપણાં દેશના વડા પ્રધાન નરેંદ્ર મોદીએ પણ વિશ્વના ખૂણે ખૂણે આપના ભારત દેશનો ડંકો વગાડયો છે.
હવે પૂર્વ પ્રધાનમંત્રીની બ્રેગિઝટની રણનીતિમાં મુખ્ય રહેનારા મૂળ ગુજરાતી પ્રીતિ પટેલને બોરીસ જોનસનની નવી કેબીનેટમાં ગૃહપ્રધાન બનાવામાં આવ્યા છે. આ પહેલી મહિલા છે જેને યુનાઈટેડમાં ગૃહ પ્રધાન બનાવામાં આવી હોઇ. આ પહેલા પાકિસ્તાનના મૂળ સાજિદ જાવિદને ગૃહ મંત્રીના પદ પરથી હટાવીને તેમને નાણાંમંત્રી બનાવામાં આવ્યા છે.
47 વર્ષની પ્રીતિ પટેલએ 2010માં સાંસદ બની ગઈ હતી અને 2015 અને 2017 ફરી વખત આ સીટ પર તેમને જીત મળી. ડેવિડ કેમરમની સરકારમાં રોજગાર મંત્રી રહી ચૂકી છે. હવે નવા કેબીનેટમાં હોમ મિનિસ્ટરની જવાબદારી સંભાડશે.