Bollywood little star kids : ફિલ્મી હીરો-હિરોઈનો કરતાં તેમના આ કિડ્સ છે ફેમસ અને પોપ્યુલર! પહેલા નંબરે તો ધૂમ મચાવી દીધી છે…

Bollywood little star kids

Bollywood little star kids : બોલિવૂડ સ્ટાર્સની દરેક નાની મોટી બાબતો પર લોકોની નજર હોય છે.લોકો તેમને લગતી દરેક બાબત જાણવા માટે ખૂબ જ આતુર હોય છે.બોલીવૂડ સ્ટાર્સની જેમ તેમના બાળકો એટલે કે સ્ટાર કીડ પણ એટલી જ લાઇમલાઇટમાં રહેતા હોય છે.તેમના ફોટો,વિડિયો કે પછી તેમને લગતી નાનકડી વાતને જાણવા માટે પણ લોકો આતુર હોય છે.જેમ બોલિવૂડ સેલેબ્રિટીઓનો જવાબ નથી તેમ એમના બાળકો પણ કઈ ઓછા ઉતરે એમ નથી.તો આજે તમને એવાજ ક્યૂટ સ્ટાર કિડ્સ વિશે જણાવીશું, જેમની ક્યૂટનેસ જોઈ તમે પણ એમના પર ફીદા થઈ જશો.bollywood little star kids

તૈમુર અલીખાન:

Bollywood little star kids

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર છોટે નવાબ તૈમુર અલી ખાન પોતાના જન્મ થતાં જ પોપ્યુલર થઈ ગયો છે.તૈમુર માત્ર બૉલીવુડ જ નહીં પણ આખા દેશના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાનો એક છે.સૈફ અને કરીનાએ તૈમુરને ક્યારેય કેમેરાથી દૂર નથી રાખ્યો. તૈમુરના ફોટો જોતાં લાગે છે કે, તૈમુરને પણ અત્યારથી જ કેમેરાની ટેવ પડી ગઈ છે.

આરાધ્યા બચ્ચન:

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા પણ મીડિયામાં છવાયેલી રહે છે.એશ્વર્યા જ્યાં પણ જાય છે આરાધ્યા તેની સાથે જ હોય છે.ઐશ્વર્યા રાયએ 16 નવેમ્બર 2011 માં પુત્રીને જન્મ આપ્યો હતો. આરાધ્યાના જન્મ બાદ ઐશ્વર્યાએ પોતાનું સંપૂર્ણ ધ્યાન આરાધ્યાના ઉછેરમાં આપ્યું છે.આરાધ્યા ખૂબજ શાંત છે. તેની સુંદરતાની બાબતમાં એ બિલકુલ ઐશ્વર્યા પર ગઈ  છે.

આદિરા:

રાની મુખર્જી અને આદિત્ય ચોપરાની પુત્રી આદિરાનો જન્મ વર્ષ 2015માં થયો હતો.રાની અને આદિત્ય પોતાની પુત્રીને હંમેશા મીડિયાથી દૂર રાખે છે.આદિરાનો કોઈપણ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો નથી. રાનીએ પોતે આદિરાનો ફોટો શેર કર્યો હતો. મીડિયા અને કેમેરાથી દૂર રહેતી આદિરાની ક્યૂટનેસનો પણ કોઈ જવાબ નથી.

નિતારા:

ટવિંકલ ખન્ના અને અક્ષય કુમારની પુત્રી નિતારા પણ એક પોપ્યુલર સ્ટાર કીડ છે.નિતારા પણ ખૂબજ ક્યૂટ અને સુંદર લાગે છે.અક્ષય અને ટવિંકલની જેમ નિતારા પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.અક્ષય પોતે ઘણીવાર પોતાની આ લાડકી દીકરીના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે.

ઇનાયા:

Bollywood little star kids

સોહા અલી ખાન અને કુનાલ ખેમુની પુત્રી ઇનાયા પણ પોતાના ભાઈ તૈમુર જેટલી જ ક્યૂટ છે.તૈમુરની સાથે ઇનાયાના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રહે છે.ઇનારા સુંદરતાની બાબતમાં પોતાની માતા સોહા પર જ ગઈ છે.

અબરામ ખાન:

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો દિકરો અબરામ ખાન 6વર્ષનો થઇ ગયો છે. સરોગસી દ્વારા અબરામનો જન્મ 27મે 2013ના રોજ થયો હતો. અબરામની ઉમર ફક્ત 6વર્ષ છે, પરંતુ પોપ્યુલારીટીના મામલે તે કોઇ સ્ટાર કિડથી ઓછો ઉતરતો નથી. શાહરૂખ સાથે અવારનવાર અબરામ સ્પોટ થતો હોય છે. તેવામાં લોકોની નજર શાહરૂખ કરતા અબરામ પર વધુ હોય છે.અબરામ ખાનની તસવીરો અને વિડિયો વાઇરલ થવામાં વાર નથી લાગતી. આઇપીએલ મેચ દરમિયાન શાહરૂખ મેદાન પર અબરામ સાથે સ્પોટ થાય છે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : Corona Update : ગુજરાતમાં તા.20મી મે સુધીમાં કુલ 5,000 લોકો રિકવર થયા. આ સાથેજ દેશની કોરોનાની સ્થિતિ વિશે જાણીએ.