બોલીવૂડના કલાકારોએ પણ પોસ્ટ કરી ફેસ એપ ચેલેંજ, જુઓ 60 વર્ષની ઉંમરે આવા લાગશે બોલીવૂડના આ કલાકારો…

સોશીયલ મીડિયા પર એક પછી એક નવો ટ્રેન્ડ ચાલુ છે, હાલમાં બેબી ફિલ્ટર ખૂબ વાઇરલ થયું હતું, ત્યાર બાદ હવે એક ફરી નવો ચેલેન્જ વાયરલ થયો છે. આ ફિલ્ટર સૌ કોઈ યુઝ કરીને પોતના ઇનસ્ટા પર શેર કરી રહ્યા છે. આ ફિલ્ટરથી તમે જાણી શકો છો કે તમે 60 વર્ષની ઉંમરે કેવા લાગશો.  ફેસ એપ ચેલેંજ ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. સામાન્ય લોકો નહીં પરંતુ બોલીવૂડ અને હોલીવૂડના કલાકારો પણ આ  ટ્રાય કરીને તસ્વીરો  પોસ્ટ કરી રહ્યા છે. ચાલો ત્યારે આપણે જોઈ કે ક્યાં ક્યાં કલાકારો આ ફેશ ચેલેજ કર્યું.

વરુણ ધવનએ પણ ફેસ એપની મદદથી પોતાની 70 વર્ષની ઉંમરની તસવીર સોશીયલ મીડિયા પર શેર કરી છે. વરૂણ ધવન 70 વર્ષના લાગી રહ્યા છે. લોકો મહેસુસ કરી રહ્યા છે કે અનિલ કપૂર જ્યારે 100 વર્ષના થશે ત્યારે પણ આવા લાગશે. આ તસવીરમાં વરુણ આટલી ઉંમરે પણ ડેશિંગ ઓલ્ડ મેન લાગી રહ્યા છે. બોલીવૂડના કલાકારોએ પણ કોમેટ્સ કરીને વખાણ કર્યા છે.

વરૂન ધવન સિવાય અર્જુન કપૂરે પણ પોતાના ઇનસ્ટા પર તસવીર શેર કરી છે. ખાસ વાત એ છે એ છે કે ઓલ્ડ એજમાં પણ અર્જુન કપૂર સુંદર લાગી રહ્યા છે. આ તસવીર પોસ્ટ કર્યા બાદ એક પછી એક કલાકારો પણ આ ચેલેન્જ કરી રહ્યા છે. બોલી વૂડના તમામ કલાકારોએ આ ફિલ્ટરની મદદથી ખૂબ વખાણ મળ્યા છે. અર્જુન લખ્યું કે બુઢાપે ને મુજે ઐસે માર ડાલા..

આ સીવાય ટિમ ઈન્ડિયાના તમામ ખીલાડીનો પણ ઓલ્ડ લુક જોવા મળ્યો જેમાં વીરાટ અને ધોની ખૂબ લોકોએ પસંદ કર્યા છે. તમાંમ લોકો તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ સિવાય બીજા ઘણા કલાકારોએ આ ફેસ એપથી પોતાની ઓલ્ડ એજ તસવીર પોસ્ટ કરી છે.

રણબીર અને દીપિકાની  અને સોનમ કપૂરની  તસવીર સોશીયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જ્યાં જોવો ત્યાં તમને ઓલ્ડ એજમાં તમાંમ કલાકારોની તસવીર જોવા મળશે. હોલીવૂડના કલાકારો પણ આ ફેસ એપ ટ્રાય કર્યો છે. હાલમાં આ એપના મદદથી સોશીયલ મીડિયામાં લોકો પોતાની તસવીરો શેર કરી રહ્યા છે. જે લોકો જુવાન છે તે ફ્યુચરની તસવીર શેર કરી રહ્યા છે. જે વુર્દ્ધ લોકો છે તે તેના ભૂતકાળની તસવીરો શેર કરી રહ્યા છે.