IIT Exam : 21 વર્ષીય અબ્દુલા ખાન આઇઆઇટીની પ્રવેશ પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ ગયા, પરંતુ તેઓને નોકરીની એક એવી ઓફર મળી જેને મેળવવા આઇઆઇટીયન માટે પણ મુશ્કેલ હોય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં તેઓને ગૂગલના લંડન સ્થિત કાર્યાલયમાં 1.2 કરોડ રૂપિયાના પેકેજની નોકરી મળી છે. એવા છાત્રો જેને આઇઆઇટી માંથી એન્જીનિયરીંગનો અભ્યાસ નથી કર્યો, તેને અંદાજિત 4 લાખ વાર્ષિક આવકમાં નોકરી મળે છે.
તેઓ ખાન મીરા રોડ સ્થિત એલઆર તિવારી એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થી છે. એક સાઇટ પર પોતાની પ્રોફાઇલ જોયા પછી ગૂગલે તેમણે રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા. કેટલાક ઓનલાઈન ઇન્ટરવ્યુ પછી અબ્દુલા ખાન આ મહિનાની શરૂઆતમાં ગૂગલના લંડન સ્થિત કાર્યાલયમાં ફાઇનલ સ્ક્રીનિંગ માટે ગયા.
તેમના પેકેજમાં વાર્ષિક 54.5 લાખ રૂપિયા પગાર, 15 ટકા બોનસ અને ચાર વર્ષ સુધી 58.9 લાખ રૂપીયાનું સ્ટોક ઓપ્શન મળી રહ્યું છે. અબ્દુલ ખાન કોમ્પ્યુટર સાયન્સના અંતિમ વર્ષના વિદ્યાર્થી છે. જેઓ સપ્ટેમ્બરમાં ગૂગલની સાઇટ રિલાયબીલીટી એન્જીનિયરીંગ ટીમમાં સામેલ થશે.
ગૂગલના અધિકારીઓએ ગયા વર્ષે નવેમ્બરમાં તેઓને એક ઈમેઈલ દ્વારા જણાવ્યુ કે, તેઓએ તેમની પ્રોફાઇલને એક પ્રોગ્રામિંગ સાઇટ પર જોયેલી છે. જે યુરોપમાં કામ કરવાવાળા લોકોની શોધ કરી રહ્યા હતા. અબ્દુલે કહ્યું કે જ્યારે તેઓ તે વેબસાઇટની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હતા, ત્યારે તેઓને આવી ઓફરની અપેક્ષા પણ ન હતી.
તેઓએ કહ્યું કે, હું મારી ખુશી માટે સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો. મને એ વાતનો અંદાજ પણ ના હતો કે કંપની પ્રોગ્રામ્સની પ્રોફાઇલની તપસ કર્યા કરે છે. મે આ ઈમેઈલ મારા મિત્રોને બતાવ્યો ત્યારે તે એક એવા વ્યક્તિને જાણતો હતો જેને ભૂતકાળમાં આવોજ એક મેલ આવેલો. મને એ ટીમનો સભી બનવાની આતુરતા છે. મારા માટે આ ખુબજ રોચક અને અનુભવ આપનારું સાબિત થશે. અબ્દુલ ખાને પોતાનો અભ્યાસ સાઉદી અરબથી કર્યો છે અને તે 12માંની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ મુંબઈ આવી ગયા છે.
Also Read : ડો.પી.સી.વૈદ્ય : જૂનાગઢ જીલ્લામાં જન્મેલા સમર્થ ગણિતજ્ઞ અને ખ્યાતનામ વૈજ્ઞાનિક