ડો.પી.સી.વૈદ્ય : જૂનાગઢ જીલ્લામાં જન્મેલા સમર્થ ગણિતજ્ઞ અને ખ્યાતનામ વૈજ્ઞાનિક

ડો.પી.સી.વૈદ્ય

ડો.પી.સી.વૈદ્ય : એક પ્રખર ભારતીય ભૌતિકશાસ્ત્રી તેમજ ગણિતશાસ્ત્રી પ્રહલાદ ચુનીલાલ વૈદ્ય, પી.સી. વૈદ્ય તરીકે ઓળખાય છે. તેમનો જ્ન્મ 23મી મે 1918 ના રોજ જૂનાગઢના શાપુર ગામે થયો હતો. તેઓ સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતમાં તેમના વાદ્યકાર્ય માટે જાણીતા હતા. તેમની વૈજ્ઞાનિક કારકિર્દી ઉપરાંત, તેઓ સ્વતંત્રતા પછી ભારતના શિક્ષણશાસ્ત્રી અને ગાંધી વિચારોના અનુયાયી હતા.

ડો.પી.સી.વૈદ્ય

અભ્યાસ:

તેઓએ પોતાનો મોટાભાગનો અભ્યાસ ભાવનગર શહેર ખાતે કર્યો હતો. ત્યારબાદ તેઓ બોમ્બે ખાતે ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં જોડાયા અને બી.એસ.સીની ડિગ્રી મેળવી. ગણિત વિષયમાં એમ.એસ.સી કરી તેઓ સ્નાતક થયા. વર્ષ 1949માં તેઓએ ગણિત વિષય પર પી.એચ.ડી પણ કર્યું, અને ડોક્ટરેટ થયા.

કાર્યશૈલી:

વર્ષ 1940માં એમ.એસ.સીની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ તેઓ રાજકોટ ખાતે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા. ત્યારબાદ તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ખાતે “સાપેક્ષતા (relativity)” વિશે વધુ જાણકારી મેળવવા માટે, ભણવા માટે ગયા. ત્યાં તેઓ દસ મહિના સુધી રોકાયા. આ ઉપરાંત, વર્ષ 1947માં તેઓએ થોડા સમય માટે ટાટા ઇન્સ્ટીટ્યુટ ખાતે રિસર્ચ એસસોસિયેટ તરીકે કામ કર્યું. તેઓએ હોમી ભાભા સાથે પણ કામ કર્યું.

ત્યારબાદ તેઓ ગુજરાત ખાતે સ્થાયી થયા. વર્ષ 1971 માં, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે તેઓ નિયુક્ત થયા. આ સમય દરમિયાન તેઓ વિદેશ ખાતે પણ લેકચર લેવા જતાં. વોશિંગ્ટન, પેરિસ, ઈટલી, જેવી અનેક જગ્યાએ તેઓ અવારનવાર જતાં. આઈન્સ્ટાઇનના સૂત્ર આધારિત તેઓએ વૈદિક ગણિતની શોધ કરી. પ્રોફેશનલ કરિયરની શરૂઆત પહેલા જ તેઓએ 24 વર્ષની ઉંમરે આ વિશ્વ સિધ્ધી હાંસિલ કરી હતી.

પુસ્તકો:

તેઓએ અખિલ બ્રહમાંડમાં, દાદાજીની વાતો, દશાંશ પધ્ધતિ શા માટે?, ગણિત દર્શન જેવા પુસ્તકો લખ્યા છે.

પ્રેરણાત્મક લાક્ષણિક્તાઓ:

પ્રોફેસર વૈદ્ય સાદગી અને ઈમાનદારી, એવા ઉચ્ચ ગાંધીવાદી સિધ્ધાંતો માટે ઓળખાતા હતા. જૈફ વયે પણ તેઓ સાઇકલ ફેરવતા. તેમની ભણાવવાની સરળ કાર્ય પધ્ધતિ વિદ્યાર્થીઓને વશીભૂત કરતી. તેઓએ અંતરિયાળ ગામડા સુધી પહોચી શિક્ષકોને તૈયાર કર્યા અને બાળકોનો શિક્ષણ પ્રત્યેનો ભય દૂર કરવા મથતા રહ્યા.

અવસાન:

12 માર્ચ, 2010 ના રોજ અમદાવાદ ખાતે તેઓ કિડનીની બીમારીના કારણે મૃત્યુ પામ્યા.

પી.સી. વૈદ્યની આ પાવન જ્ન્મજયંતિ નિમિત્તે તેમના ચરણોમાં કોટી કોટી વંદન…

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : આઇઆઇટી પરીક્ષામાં નાપાસ થયેલા આ યુવકને ગૂગલ તરફથી મળ્યું 1.2 કરોડનું જોબ પેકેજ, જાણો શું છે સંપૂર્ણ વિગતો…