Taekwondo : 9 વર્ષની આ બાળકી સ્વબચાવના કૌશલ્યમાં બની પારંગત, જેનું સપનું છે કઇંક આવું!

Taekwondo

Taekwondo : વર્તમાન સમયની જરૂરીયાત પ્રમાણે દરેક બાળકી, યુવતી કે મહિલા સ્વબચાવ કરતાં શીખે એ ખૂબજ આવશ્યક બની ગયું છે. દરેક જગ્યાએ એમની સાથે એમની રક્ષા કરવાવાળું કોઈ હોય જ એ જરૂરી નથી! માટે જ એવા કોઈ સંજોગો ઊભા થાય, ત્યારે તેઓ પોતાની રક્ષા જાતે કરી શકે એટલી આત્મનિર્ભરતા એમનામાં હોવી જોઇએ. આજે વાત કરીશું, એક એવી બાળકીની જે માત્ર 9 વર્ષની હોવા છતા તે સેલ્ફ ડિફેન્સની કળામાં પારંગત અને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ઘણા બધા મેડલ્સ જીતી ચૂકી છે.

નવ વર્ષની ગુજરાતી બાળકી દિયા જિજ્ઞેશભાઈ પટેલ ટાઈકવોન્ડો પ્લેયર છે. દિયા જ્યારે 7 વર્ષની હતી ત્યારથી ટાઈકવોન્ડોની ટ્રેનિંગ લે છે. દિયા રોજની 2 કલાક પ્રેક્ટિસ કરે છે. ટાઈકવોન્ડો એટલે કે હાથ પગની કળા, જેનાથી તમે ફાઇટ પણ કરી શકો છો. આ રમત કરાટે જેવીજ છે. આ ગેમ માટે દિયાએ પોતાનું વજન પણ ખાસ્સું એવું ઘટડ્યું છે.

દિયાનું વજન પહેલા 42 કિલો હતું, દિયાએ પોતાનું વજન ઘટાડીને 33 કિલો કરી નાખ્યું છે. ટાઈક્વોન્ડો કોરિયાની નેશનલ ગેમ છે. દિયા પટેલ ટાઈક્વોન્ડોમાં જિલ્લા અને રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં ઘણા મેડલ્સ જીતી ચૂકી છે. Taekwondo

Taekwondo : દિયા પટેલ કહે છે કે, દરેક છોકરીઓએ સ્વબચાવ માટે આ પ્રકારની કળા શીખવી જોઇએ. કારણ કે એવું જરૂરી નથી કે આપણાં પેરેન્ટ્સ દરેક જગ્યાએ આપણી સાથે જ હોય. દિયાની આ સફળતા પાછળ તેની માતા કિંજલ બેનનો ખૂબજ ફાળો છે. દિયા કહે છે, “દંગલમાં જેમ ગીતા અને બબીતાના પિતા ખૂબજ કડક હતા, તેવીજ રીતે મારા મમ્મી પણ બહુજ કડક છે. કિંજલબેન પટેલ જણાવે છે કે, “લોકો કહે છે કે દિયા એક દીકરી છે, દીકરી તો મોટી થઈને બીજાના ઘરે જતી રહેશે, તું ગમે એટલો સમય અને પૈસા ખર્ચીશ પણ એને જવાનું તો બીજાના ઘરે જ છે. ત્યારે મારો જવાબ એક જ હોય છે કે, હું એને સેલ્ફ ડિફેન્સની કળા શીખવું છું, કારણ કે એ બીજા ઘરે જતી રહેશે. એણે પોતે જ આત્મનિર્ભર બનવું પડશે.

Taekwondoકિંજલબેન કહે છે કે, દિયાએ અહીં સુધી પહોચવા માટે ખૂબજ મહેનત કરી છે. એણે ઘણીબધી તકલીફોનો પણ સામનો કર્યો છે, પરંતુ એની દરેક તકલીફને મેં પણ અનુભવી છે. દિયાનું સપનું એકજ છે કે, આગળ વધી ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવું.

દિયાનું સપનું સાકાર થાય અને એણે સફળતા મળે એવી શુભકામના..!!

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : જૂનાગઢમાં આવેલી ઐતિહાસિક જગ્યાઓ વિશે તમે આ નહીં જાણતા હોય!!